________________
ચાર મિત્રો
૧૩૫
મારે શું પ્રયોજન છે? ચાલ્યા જ અહીંથી, મારે તારી સાથે દેશમાં નથી આવવું અને તારા રતને પણ મારે નથી જેવા.
તું મને હિતશિક્ષા ન આપીશ. તારી હિતશિક્ષા તારા પાસે જ રહેવા દે. તારા જેવા ધૂતારા મિત્ર ન હોય એજ વધુ ઈષ્ટ છે. તું તારે દેશમાં જા.
મૂઢની મૂર્ખતાને પ્રદર્શિત કરતા શબ્દ સાંભળી સુલક્ષણવંત ચારુને વિચાર આવ્યું કે આ પામર હિતશિક્ષા માટેની પણ ચગ્યતા ધરાવતું નથી. “ભાવભાવ” એમ માની પિતાના આવાસે આવતો રહ્યો.
યોગ્ય અને હિતશે ચારુની વાત માન્ય કરી એટલે થોડા જ વખતમાં એમનું પણ વહાણ મૂલ્યવાન રતનસમૂહથી ભરપૂર બની ગયું. ત્રણે જણા ભેગા થઈ વિચારણા કરી સ્વદેશ ભણી રવાના થઈ ગયા અને દેશમાં જઈ મૂલ્યવાન રતનેના વ્યાપાર દ્વારા ઘણું ઋદ્ધિ સિદ્ધિ પામ્યા. અનંત આનંદના સમૂહમાં ઝુલવા લાગ્યા. એ ત્રણે સુખી બન્યા.
કમભાગી હોવાના કારણે મૂઢે ચારુનું કહ્યું ન કર્યું. માજશેખ અને વિલાસમાં સ્વદેશથી લાવેલું ધન પણ ગુમાવી બેઠે. રત્નદ્વિીપમાં બેહાલ અને મહાદરિદ્રી બની ગયો. કુકર્મો કરવા લાગ્યો.
એક વેળા રાજાના સંકજામાં ગુના કરતાં સપડાઈ ગયે, એટલે કે ધે ભરાએલા રત્નદ્વીપના રાજવીએ અનંત જલજંતુએથી ભયાવહ અને અપાર એવા સાગરમાં ફેંકી દીધે.