________________
૧૨૮
ઉપમિતિ કથા સારોદ્વાર
જેવાની કેટિવાળા જીવને સાચી સમજ આપે તે તત્ત્વને સારી રીતે સમજી શકે એવા એ વિનમ્ર હોય છે.
એરિક સુખ વિલાસના સાધનભૂત બાગ બગીચાની મીજબાનીઓમાં સમય ગાળવે એ મૂર્ખતા છે, એમ ચારુ દ્વારા ઠપકો આપતાં શરમાઈ જાય છે. એને પિતાના મછલા વર્તન ઉપર દુખ થાય છે અને ગુણ રત્ન મેળવવા ચારુએ બતાવેલા ઉપાય અજમાવી અલ્પ સમયમાં પોતાના આત્મારૂપ વહાણને ગુણ થી પરિપૂર્ણ કરી દે છે. મૂહના વર્તનની ઘટના:
મૂઢ રત્નદ્વીપમાં કમાણે નહિ અને ચાનું પણ કહ્યું માન્યું નહિ” તેમ દરભવ્ય કે અભવ્ય આત્માઓને મૂઢ માની લેવા. આવા આત્માને સદા મિથાત્વને ઉદય હોય છે, એટલે ધર્મરત્નની પરીક્ષા આ લોકે કરી શકતા નથી. ભારે કર્મી હોવાથી જ્ઞાન થવું જ અશકય હોય છે.
અજ્ઞાનના મહા આવરણના કારણે ધર્મરત્નબુદ્ધિથી યાગહોમ વિગેરે કાચ અને કેડા ભેગા કરતાં હોય છે. વધુમાં છીપલી કે શંખલાના ઢગ મેળવતા હોય છે.
જે કઈ દયાળુ ઉપદેશક મળી જાય અને એમને વાસ્તવિકતાનું ભાન કરાવવા સાચા રસ્તેનું વર્ણન કરી બતાવે અને આનંદજનક ભેગેને સપની ફણુ જેવા ભયંકર બતાવે તે મૂઢ જેવા અભ આવા હિતેષી ઉપર વેષ અને ઈર્ષા રાખતા થઈ જાય છે. આવા આત્મા કેઈ કામના નથી હોતા.