________________
વનવાહન
૧૧૧
હજુ ન હતો. એથી હું મૌન રહ્યો. ત્યાંથી અમે બીજા મુનિમહાત્મા પાસે પહોંચ્યા. મઘશાળા: (બીજા મુનિને વૈરાગ્ય પ્રસંગ)
અમે બીજા મુનિ પાસે જઈ વંદન કર્યું. અકલંકે પૂછયું. મહાત્મન ! આપને નાની વયમાં વૈરાગ્ય શા કારણે થયો ? કૃપા કરી અમને જણાવશે ?
ભદ્ર! સાંભળે ?
મઘશાળામાં દારૂડીયાની દશા જોઈ મને વૈરાગ્ય થયે છે. હું પણ એક દારડીયે જ હતો. મહાત્મા બ્રાહ્મણેએ મને બોધ આપી બચાવે છે. આ મારા વૈરાગ્યનું કારણ છે.
અકલંક- આપ સવિસ્તૃત સંભાળવશે તે અમે સમજી શકશું. ટૂંકમાં ખ્યાલ નહિ આવે.
મુનિ- ભાઈએ ! સાંભળે.
લોકાકાશ ભૂમિ ઉપર એ મદ્યશાળા "આવી છે. અનેક ઉન્મત્ત બાળકે ત્યાં આવી મદ્યપાન કરી ગાંડાતૂર બની જાય છે. દ્રાક્ષાસ, તાડી સુરાઓ, મહુડાના મદ્યો, ગેળના સરકાઓ, ઘણાં મોટા પાત્રોમાં ભરેલાં હતા. નીલવણું અને નીરજ મદ્ય પીવાના પ્યાલાઓથી એ પાનશાલા • ભરપુર હતી. મૃદંગ, કંસાપાત્ર, વાંસળી વિણું વિગેરે વાજિંત્રોની મત્ત સુરાવલી વાગી રહી હતી. વિલાસ, હાવભાવ, કેલિ અને નૃત્ય ઘણું જાતના ચાલી રહ્યા હતા.
આ મઘશાળામાં માણસે દારૂપાન કરીને મદેન્મત્ત બની જાય છે અને સચેતન હોવા છતાં મહાદયનીય અવસ્થાને