________________
૧૧૬
ઉપમિતિ કથા સાહાર
mm
બ્રાહ્મણની કરૂણા :
હું મદિરાશાળાની ગંદકીમાં અનેક યાતનાઓ ભગવતે હતો. બારમા વિભાગમાં આવેલા બ્રાહ્મણની નજર મારા તરફ ગઈ. એમને મારા ઉપર કરૂણાને ભાવ થયે.
અરે ! આ બિચારો દારૂના કુવ્યસનથી ઘણે દુઃખી દુઃખી થાય છે. આપણે અને મદિરાપાનના દે જણાવીને સમજાવીએ. સમજાવટથી મદિરાપાન કરવાનું બંધ કરે તે એ દુઃખમાંથી ઉગરી જશે. આપણી જેમ એ પણ સુખનું પાત્ર બની જશે. સુખી થવાની યોગ્યતા એને પ્રાપ્ત થશે.
આ પવિત્ર વિચાર કરી એમણે સુરાનના દે મને જણાવ્યા. હું કાંઈ તરત માની જાઉં એ ન હતું. પણ આ બ્રાહ્મણે ભારે હોંશીયાર, કળાપૂર્વક ધીરે ધીરે મદિરાપાનની લતમાંથી મને છોડાવ્યો.
હું પણ એ બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ બની ગયો. બધા બ્રાહ્મણોએ ભાગવતી દીક્ષા લીધી. હું પણ સાધુ બની ગયે. દારૂ પીવાના કારણે મને અજીર્ણ થયું હતું, તે અજીર્ણ હજુ સુધી સર્વથા નષ્ટ થએલ નથી. છતાં મને પૂર્ણ શ્રદ્ધા છે. કે દીક્ષાના બળે અજીર્ણને નષ્ટ કરી નાખીશ.
આ છે મારા વેરાનું કારણ.
મુનિના વૈરાગ્યનું કારણ સાંભળી અકલંક એને ભાવ શેધવા પ્રયત્ન કરે છે. એ ઉંડી વિચારણામાં ચડયે, ત્યાં અકલંકને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવમાં જેટલું શ્રુતજ્ઞાન એણે મેળવેલું એ બધુ સમૃતિપટલ ઉપર આબેહૂબ આવી ગયું.
દારુ પીવાના કરી દીક્ષા લીધી જાણ બની