________________
ધનવાહન
૧૨૧
હતી. એ નાળીકા દ્વારા નીકમા પાણી જતું હતું. “લેલુપતા” એ નીકનું નામ હતું. “જન્મ વિસ્તાર” નામનું એક મહાખેતર હતું. બીજા જન્મ રૂપ એના અનેક ક્યારાઓ હતા.
ક” નામના બીજ હતા. અને “અપર અપર ” જન્મ એ બીજ દ્વારા થતા હતા. “તત્ જીવપરિણામ” કર્મ બીજને વાવનાર વ્યક્તિ હતે. એ ક્યારામાં “અસાધ” નામને કર પાણી ભરવાનું કામ કરતે હતે.
આ ક્યારાઓમાં વાવેલું અને રેંટથી સિંચાએલું બીજ ઉગતું એમાં સુખ-દુઃખના અન્ન પણ થતા હતાં. આ બધી સામગ્રીમ કે બધામાં રેંટની જ મુખ્યતા ગણાતી હતી. રેંટ ન હોય તે બીજાની આવશ્યકતા જ ન રહેવા પામે.
ભાઈ! અકલંક ! “સંસારરંટમાં અનંતકાળ સુધી સુતો છું ઘણો કાળ પડી રહ્યો છું. સામે ધ્યાન લગાવી જે મુનીશ્વર બેડ છે, એમણે મને સુતેલે છે. એ મહાત્મા મારા ગુરૂદેવ તરણતારણહાર છે.
ગુરૂદેવના અંતરમાં મારા પ્રત્યે કરૂણા જાગી. એમણે કહ્યું, ભદ્ર! તું દુઃખી કાં થાય છે? તું રેટને ત્યાગ કર અને તારી શક્તિને વિચાર કર. જાગૃત બની જા. રેંટના ત્યાગ થવાથી તે સુખને ભોકતા બનીશ. આનંદને સ્વામી બનીશ.
મેં કહ્યું ગુરૂદેવ ! રંટને ત્યાગ કઈ રીતે સંભવે ? ગુરૂદેવે જણાવ્યું, ભાગ્યવાન ! ભાગવતી દીક્ષા લેવાથી. ગુરૂદેવ ! રેટને ત્યાગ કરાવનારી દીક્ષા મને આપે.