________________
૧૨૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
1 ગુરૂદેવે મને દીક્ષા આપી અને હું મુનિ બન્ય. આ છે મારા વૈરાગ્યનું કારણ
અકલંકે સાધુ મહારાજની અનુમોદના કરી એમને વંદન કર્યું, ઉભા થઈ અમે ચોથા મુનિ પાસે જવા રવાના થયા.'
* ૧ આ પ્રસંગને ઉપનય ગ્રંથકારે નથી આલેખે. મૂળ ઉપ'મિતિમાં નથી તેથી આમણે પણ એજ રીત રાખી જણાય છે. આ કથાનકેના પાત્રને ભાવ પણ સમજાઈ જાય તેવો હેઈ અલગ ઉપનય ન મૂકો હોય એ બનવા જોગ છે. આધુનીક સમયમાં ફેંટ 'ન જે હેય એવાઓ માટે સહેજ લખવું અયોગ્ય નહિ ગણાય.
સંસારને રાગી જીવ એ પોતેજ કૂવો છે. એ જીવમાં અવિરતિ ત્યાગના અભાવરૂપ જળ ભરેલું છે. રાગ, દ્વેષ, મિથ્યાત્વ અને મન્મથ એ ચાર ખેડુત નકરો “ સાથી” અવિરતિ જળ કુવામાંથી ખેતરમાં લઈ જવાનું કાર્ય કરે છે. ખેતર ખેડવા વિગેરેનું પણ કામ કરતાં હોય છે. પણ આ સર્વને માલીક મહામહ છે. એની આજ્ઞા વિના કાંઈ કામ થઈ શકે નહિ.
મોટા કૂવામાંથી ચારે બાજુથી પાણી કાઢી શકાય અને પાણી વધારે કાઢવા માટે બેના બદલે ચાર બળદ જોડવા પડે છે. ચાર ખેડતાને ચાર-ચાર બળદ અપાએલા છે. “ કષાય” બળદ છે આ કષાય બળદીયાની વિશિષ્ટતા એ છે કે એમને ચાર પાણી અને આરામ જોઈતો નથી. સતત અને સખત કામ કરતાં હોય છે. કષાય અને અવિરતિવાળો આત્મા આવી જ દશામાં હોય છે.
રેટને બે સુબા જોઈએ અને એ રેંટના મધ્યભાગને હેય છે. ધરી સાથે એને સંબંધ હોય છે. એ તુંબા દુષ્ટયોગ અને પ્રમાદ છે. આ રેટને ઉદલાસ, વિલાસ, હાવભાવ, ચેનચાળા વિગેરે આરાઓ હોય છે. એના ઉપર ગાળ લાકડું અને ફરતે દોર હોય છે.