________________
૧૨૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
જ્યાનું શક્ય પાલન કરું છું. દેષ દૂર કરવા માટે ગુરૂદેવ જે જે ઉપાય બતાવે છે, તે તે ઉપાયાને હું અમલમાં મૂકું છું. !!
ભદ્ર અકલંક! આ છે મારા વૈરાગ્યનું કારણ
અકલંક મુનિને વંદના કરી અને ત્યાંથી ઉભા થઈ અમે પાંચમા મુનિ પાસે જવા રવાના થયા. મેં અકલંકને કહ્યું. ભાઈ ! આ વાતનું રહસ્ય મને કાંઈ સમજાણું નથી. તું સમજાવ. વિસ્તારથી સ્પષ્ટતા:
ભાઈ! સાંભળે, આ વૈરાગ્ય પ્રસંગ દ્વારા મુનિએ આપણને સંસારનું સ્વરૂપ જ જણાવ્યું છે. ચટ્ટ મઠને આકાર એટલે સંસાર. સંસારના છ મઠધારીઓ જેવા છે. મઠધારીઓને કેઈ કેઈનું હેતું નથી. એમ આ જીવને પણ કેઈ માતા નથી, પિતા નથી, પુત્ર નથી, પત્ની નથી. કોઈની સાથે કાંઈ સંબંધ નથી. - સંસાર મઠમાં વસનારા ચટ્ટોની પાસે રાગાદિ કુટુંબ આવે છે. વાસ્તવિકતાએ શત્રુ છે. છતાં કુટુંબી બની જાય છે. એ રાગાદિ દ્વારા બંધ થાય છે અને અન્યના હેત પાંચ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગ.૧ આ પાંચ કુટુંબના વડેરા છે. મહામહની આધીનતાને કારણે મિત્ર માની આ લોકેને સ્વીકાર કર્યો. મઠવાસીઓ આ લેકેને દુશ્મન તરીકે ઓળખતા નથી. ૧ મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. અવિરતિના છ, પ્રમાદના પાંચ, કષાયના ચાર અને યોગ પંદર પ્રકારનો છે. '