________________
૧૧૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
મદ્યપે આકાશમાં ઉડતા હોય છે. જમીન ઉપર આળોટતા હોય છે અને પાણીમાં પણ ડુબકીઓ મારતા હોય છે. અનેક જાતની યાતનાઓ સહન કરતા હોય છે."
૧૦. ઘણાં દારૂડીયાઓ એવા છે કે દારૂ પીને “સંમૂ છિમ માનની” જેમ ઉલટી, પિત્ત, વિષ્ઠા, મૂત્ર વિગેરેમાં આળોટે છે અને એનું જ ભજન કરે છે. આવા અસંખ્ય મદ્યપે છે. ત્યારે કેટલાક હિંસા, અસત્ય, ચૌરી અને મૈથુ નાદિમાં મસ્ત બની પ્રલાપાદિ કરે છે. મરણ વિગેરેના અનેક દુખે ભેગવવાના હોય છે.
૧૧. આ મઘશાળામાં કેટલાક એવા પણ દારૂ પીનારા છે કે જે ભુવનપતિ, વ્યંતર, તિષ્ક, અને વૈમાનિક એમ ચાર વિભાગમાં વહેંચાઈ ગયા છે. આવા જ પણ અસંખ્ય છે. આ લેકો દારૂડીયા છતાં પંચઈન્દ્રિયોને અનુકૂળ એવા સુખને ભેગવતાં હોય છે, છતાં ઈર્ષા, શોક અને પરાભવની વેદના ઘણું હોય છે. એ રીતે આ લોકે પણ દુઃખી ગણાય.
૧૨. વળી આ મઘશાળામાં અલ્પસંખ્યક એવા વ્યક્તિએ પણ છે કે જે મશાળામાં રહેવા છતાં દારૂ પીતા નથી. જાણે સાધુ ન હોય, એવું મધ્યસ્થ જીવન જીવતાં હોય છે. વારેઘડીએ દારૂ ઢીંચીને પીનારા લોકો આવા વ્યક્તિ- પ આ વર્ણન તિર્ય-જલચર-થલચ-બેચરનું છે. ૬ આ વર્ણન ગર્ભજ-સન્મઈિમ મનુષ્યનું છે.
આ ભુવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવેનું વર્ણન છે.