________________
ઘનવાહન
૫. વળી ત્યાં કેટલાક મદ્યપાનના દેષથી કશું સાંભળી શકતા નથી અને જોઈ શકતા નથી પણ કાંઈક સુધી તે શકે છે. “ત્રિકરણની” જેવા હોય છે અને એવા દારૂડીયા પણ અસંખ્યાતા છે.'
૬. કેટલાક દારૂ પીનારા સાંભળી શકતા નથી પણ સુંઘવું અને જોવું એમનાથી કાંઈક બનતું હોય છે. આવા મદ્ય પિને “ચતુરક્ષ” કહેવાય છે અને એની સંખ્યા પણ અસંખ્યાતની છે.
૭. વળી ઘણું દારૂડીયાઓને જેવા સાંભળવાની ચેતના એનામાં હોય છે પણ એ અસંખ્યાતા છે અને અસંશી “પંચે. ન્દ્રિય” જેવા એ મન વિનાના હોય છે.
૮. વળી કેટલાક દારૂડીયાઓ દારૂપીને ભાન ભૂલી સામસામા મારામારી કરે છે. કાપાપી કરે છે. ચેતના શક્તિ સ્પષ્ટ હોય છે છતાં વૈરવિધ ઘણે હેય છે. આ મદ્યપ “ નારકીની” હરોળના હોય છે.
૯. કેટલાક મધ પીને વિવેક શક્તિ ઈ બેસતા હોય છે. માતા-પુત્ર પિતા-પુત્રી વિગેરેની મર્યાદાઓને ખ્યાલ કર્યા વિના એક બીજા સાથે અઘટિત કામક્રીડા કરતા થઈ જાય છે. “પંચાક્ષપશુ” જેવા અસંખ્યાત હોય છે. આ
૧ આ વર્ણન ઈન્દ્રિય જીવોનું છે. ૨ આ વર્ણન ચતુરિન્દ્રિય જીવોનું છે. ૩ આ વર્ણન અસંજ્ઞી પંચેન્દ્રિયનું છે. ૪ આ વર્ણન નારક જીવોનું છે.