________________
૧૧૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
હતા. પરન્તુ વિષયો અને કષાઓને જ સંસારની આગ ઠારવા ઉપયોગ કરતા હતા.
તીર્થમંડલમાં રહેલા લોકો એમને સમજાવવા પ્રયત્ન કરતા, તો ઘણા એ વાતને મશ્કરીમાં હસી કાઢતા, કે વાતને જ ઉડાડી દેતા. કેઈ આ મુનિ જેવા મહત્તમ વ્યક્તિ હેય તે એ વચનને અમલ કરતા અને આગથી રક્ષણ મેળવતા.
આ મુનિએ મંત્રવાદીના મંડલમાં પગ મૂકે એટલે મેં મેહરાત્રિમાં રાગદ્વેષના ભીષણ અગ્નિ કાંડમાં બળતા અનેક સંસારીજીવને નજરોનજર જોયા.
તીર્થમંડળમાં વસેલા પ્રાણુઓ પણ ચાર વિભાગમાં વહેચાએલા હેય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારમાંથી દીક્ષા ગ્રહણ કરી આ ગૃહસ્થે પ્રથમ વિભાગમાં પ્રવેશ કર્યો છે. | લોકદર નગરમાં આગ” એ મુનિના વૈરાગ્યનું કારણ બન્યું. એમ આપણને એ મુનિ પાસે જાણવા મળ્યું છે. મને એના પરમાર્થને ખ્યાલ આવવાથી ખૂબ ખુશી થઈ છે.
અરે ભાઈ! આપણે પણ લોકદરની આગમાં બળી રહ્યા છીએ. એ સર્વ સાધારણ વાત છે. આપણે આગમાં બળી મરવું ઠીક નથી. મંત્રવાદીના મંડલમાં પ્રવેશ કરીએ. આપણે પણ એ મુનિને માગ લઈએ, એજ ભયંકર આગથી બચવાને શ્રેષ્ઠ ઉપાય છે.
અકલંકની વાત સાંભળી હું મૌન રહ્યો. મારા અન્તઃકર. માં હજુ પાપવાસનાઓ ભરી પડી હતી, નિર્મળતાને અંશ