________________
૫૦
ઉપમિતિ કથા સારદ્વાર
સિદ્ધાંત અને અપ્રબુદ્ધને વાર્તાલાપ :
અપ્રબુદ્ધ–ભગવદ્ ! આ વિરાટ વિશ્વમાં પ્રાણુઓને કઈ વસ્તુ અતિપ્રિય છે અને કઈ વસ્તુ અપ્રિય છે?
સિદ્ધાંત–ભદ્ર! પ્રાણુઓને “સુખ” ઘણું ગમે છે. દુઃખ કેઈને કદાપિ ગમતું નથી. માટે જ સુખ માટે સૌ પ્રયત્ન કરતા હોય છે અને દુખથી નાસતા ફરે છે.
અપ્રબુદ્ધ-ભદન્ત ! સુખનું કારણ શું હશે અને દુઃખનું કારણ શું હશે ?
સિદ્ધાંત રાજ્ય સારી રીતે પાલન કરવામાં આવે તે સુખની પ્રાપ્તિ થાય અને સારી રીતે પાલન કરવામાં ન આવે તે દુખની પ્રાપ્તિ થાય છે.
અપ્રબુદ્ધ–ભન્ત ! આપની વાતમાં મને પ્રત્યક્ષ દેષ દેખાય છે. આપે આવી ઉઘાડા દેજવાળી વાત કેમ કરી હશે? જગતમાં રાજ્ય ઘણું જ ઓછા વ્યક્તિઓ ધરાવતાં હોય છે. ત્યારે સુખ અને દુઃખ વિશ્વના બધા જ પ્રાણુઓ ભેગવતાં હોય છે. એ પ્રત્યક્ષ દેખાય છે. અહીં આપની વાત કઈ રીતે ગળે ઉતરે?
સિદ્ધાંત–બાહા રાજ્યની મેં તને વાત નથી કરી. એ બાહ્યરાજ્ય સુખ દુઃખનું કારણ બનતું નથી, પણ આત્તર રાજ્ય સુખ દુઃખમાં નિમિત્ત બને છે.
સંસારવર્તી સર્વ અને આંતર રાજ્યનું આધિપત્ય હેય છે. તેથી જે આત્માઓ આન્તરરાજ્ય સારી રીતે પાલન કરી