________________
૮૭
છ રાજ્યોની વ્યવસ્થાને હેવાલ અતિશયોની સૌદર્યતા:
મહાત્માઓના શિરોમણિ શ્રી વરિષ્ઠને સુંદર રીતે રાજ્ય પાલન કરતાં મહા અદ્ભુત ત્રીશ અતિશયે પ્રાપ્ત થયા. અતિશય એટલે અદભુત શક્તિઓ. ચમત્કારીક સિદ્ધિએ. તે આ પ્રમાણે.
૧. શ્રી વરિષ્ઠ રાજાનું શરીર નીરોગી અને નિર્મળ હતું. કેઈ પણ જાતને રેગ કે પ્રસ્વેદ પણ ન થતું.
૨. માંસ અને રુધિર વેત દૂધ જેવા હતા.
૩. આહાર અને નિહાર ચર્મચક્ષુથી જોઈ શકાય એમ ન હતા. ૪. શ્વાસે શ્વાસમાં કમળ જેવી સુગંધિ હતી.
આ ચાર અતિશયે શ્રી વરિષ્ઠને જન્મથી જ પ્રાપ્ત થયા હતા.
૫. શ્રી વરિષ્ઠને કેવળજ્ઞાન થયું ત્યારે દેએ ઉપદેશ માટે જન પ્રમાણ લાંબુ અને પહોળું સમવસરણ બનાવ્યું હતું. એમાં કરોડો દેવ દાનવ માનવ આવતા તે પણ ભીડ થતી ન હતી.
૬. શ્રી વરિષ્ઠની વાણીમાં જાદૂ હતું. સૌ કોઈ એ વાણુને પિત પિતાની ભાષામાં માની લેતા હતા.
૭. એમના ઉત્તમાંગ-મસ્તકના પાછળ ભામંડલ મૂકવામાં આવતું, જે દ્વારા અન્ય પ્રાણીઓ પ્રભુના મુખને જોઈ શકતા.