________________
૮૬
ઉપમિતિ કથા સારોદ્ધાર mmmmmmmm શ્રી વરિષ્ટનું કાર્ય:
શ્રી વરિષ્ઠ ગાદીનશીન બનતાં પિતાની મેળે જ સત્તાને દોર હાથમાં લીધે. મહામે હાદિ શત્રુઓને ભગાડી મૂક્યા. ચારિત્ર ધર્મરાજના સન્યને સંભાળવા લાગ્યા. આ લોકો ઘણા ખુશી થઈ ગયા.
બહિરંગ પ્રદેશમાં જેટલા મહાત્મા પુરૂષે હતા તે બધા શ્રી વરિષ્ઠના પદાતિ સૈન્ય બની સેવા કરવા લાગ્યા. આ મહાત્માઓ બાહ્ય પ્રદેશના નાના મહાત્માઓના સમુહગણને પિતાની નિશ્રામાં રાખતા હતા એટલે “ગણધર” તરીકેની એ મહાત્માઓની ખ્યાતિ હતી.
શ્રી વરિષ્ઠ મહારાજાએ ગણધર મહાત્માઓને “ત્રિપદી” આપી અને “સિદ્ધાંત જગત ઉપર ઉપકાર કરવા સમર્થ છે માટે તમે એની રચના કરે, એવી આજ્ઞાકરી.
શ્રી વરિષ્ઠ મહારાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને શુદ્ધ બુદ્ધિ નિધાન ગણધર મહાત્માઓએ અંગ ઉપાંગ સહિત સિદ્ધાંતની રચના કરી. એના વિભાગોની પણ ત્યાં સુગ્ય રચનાઓ થઈ.
“સિદ્ધાંત” પરમાર્થથી નિત્ય છે. છતાં શ્રી વરિષ્ઠ “સિદ્ધાંતો બનાવ્યા, એમ જાહેરાત થઈ. લોકમાં સ્વતઃ એ પ્રસિદ્ધિ થઈ.
- ૧ આગમ મહાવિદેહમાં સદા હેાય છે, એ રીતે નિત્ય છે. ભરત એરવતમાં સદા નથી હોતા માટે આ ક્ષેત્રની અપેક્ષાએ આગમ અનિત્ય ગણુય.