________________
પ્રકરણ પહેલું
ધનવાન
સાલ્હાદપુર અને રાજ્યરિવાર :
આ વિશ્વમાં મનુજગતિ નામને મહાપ્રદેશ આવેલ છે. એમાં “સાલ્હાદપુર” નામનું નગર આવેલું હતું. એ નગર ભૂમંડલની શોભા વધારનાર આભૂષણ જેવું અને માનવીઓના મનને આëાદ કરનારું હતું.
સાલ્હાદપુરમાં ઉદારતા સદાચાર વિગેરે ઘણું સાત્વિક ગુણે હતા. છતાં ત્યાંની ડષી મદભરી યુવતીઓ યૌવનના આંગણમાં પદ ધરતા યુવકેના મનની આતુર્યભરી ચોરી કરતી હતી. એ વિના અન્ય વસ્તુને હસ્તસ્પર્શ કરે એ પાપ લેખાતું હતું. નીતિમય જીવનથી આ નગર આદર્શ ગણાતું હતું.
આ સાલ્હાદપુરની રાજ્યધુરાને શ્રી “જીભૂત” નામના રાજવી વહન કરતા હતા. પિતાના વિશ્વવિજયી પરાક્રમથી શૂરવીર રાજાઓના રાજતેજને એમણે દિનપતિ શ્રી સૂર્યની હાજરીમાં દેખાતા સત્વ અને તેજ હીન ચંદ્ર જેવું બનાવી દીધું હતું. પરંતુ યાચકે રૂપી ચાતકોની આશાઓને પૂર્ણ કરવામાં મહામેઘ જેવા ઉદાર હૃદયી હતા.
આ રાજવીએ વિવેકરૂપી નિર્મળનીરથી નીતિલતાનું ઘણું