________________
૧૦૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
રૂડું સિચન કર્યું હતું. જેના પ્રતાપે નીતિલતામાં યશ રૂપ
શ્વેત પુષ્પ ખીલી ઉઠ્યા અને એની સુગંધિત પરાગોએ રાજાશ્રીની સુકીર્તિને દશે દિશામાં ખૂબ ફેલાવી હતી.
માનસરોવરમાં વસનારા રાજહંસને રાજહંસી હેય તેમ શ્રી જીમૂત રાજાને “લીલાદેવી” નામના મહારાણ હતા. મહારાણુ લીલાદેવી માતૃપક્ષ અને પિતૃપક્ષ એમ ઉભય પક્ષથી કુલીન હતા. એમની ચાલ ગજગામિની કામિની જેવી સુરમ્ય હતી.
સંસારીજીવ પિતાની જીવન કથા જણાવી રહ્યો છે. તેણે અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને જણાવ્યું.
મૃગનયને! મારી પત્ની ભવિતવ્યતાએ નવી ગુટિકાને પ્રાગ મારા ઉપર અજમાવ્યો. ગુટિકાના પ્રભાવથી હું તરત જ મહારાણી “લીલાદેવીના” ઉદરમાં આવી પહોંચ્યા.
મલયાચલની પાવતીય રમણીય ભૂમિ મલય જાતીય ચંદનને ઉત્પન્ન કરે. તેમ ગર્ભસ્થિતિને સમય પૂર્ણ થયો, ત્યારે લીલાદેવીએ પુત્ર તરીકે મને જન્મ આપે. પુણ્યોદય મિત્ર પણ અદશ્ય રીતે મારી સાથે જ જજો.
મારા જન્મથી માતા લીલાદેવી ઘણા પ્રસન્ન થયાં. પ્રિયં. કરા દાસીએ પિતાજીને વધામણાં આપતાં એ ઘણું આનદિત થયા. મારો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. નામકરણના દિવસે શુભમુહૂર્ત “ઘનવાહન”મારું નામ રાખવામાં આવ્યું.'
૧ આ સ્થળે શ્રી. મે. ગી. કાપડીયાએ એમના અવતરણમાં તિષના ઉપર ટુકું છતા સરસ વર્ણન કર્યું છે.