________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
મળશે. એ વખતે જ તું તારા અંતરંગ રાજ્યના વાસ્તવિક ફળને ભેંકતા બનીશ. તારૂં અભીષ્ટ એ જ છે. અંતિમ ધ્યેય સિદ્ધિ પણ એજ છે.
ભદ્ર! તારા આધારે જીવન જીવનારા ચારિત્રધર્મરાજ અને એમનું સૈન્ય છે, તે તે નિવૃતિ નગરીએ પહોંચીશ ત્યારે તારામાં અભેદ રૂપે સમાઈ જશે. તે અને તું એક રૂપે બની જશે.
વત્સ! હવે તું જા અને સિદ્ધિ વર. તારા મનહર રાજ્યને અધિપતિ તું થા. તને રાજ્ય મળ્યું એટલે મારે પરિશ્રમ પણ સફળ થયે માનીશ.
ઉત્તમ–“જેવી આપની આજ્ઞા.” ઉત્તમરાજનું આચારપાલન:
મહાત્મા શ્રી સિદ્ધાન્ત ગુરૂદેવે જે માર્ગ બતાવ્યો અને જે જે આજ્ઞા કરી, એ સર્વને ઉત્તમરાજાએ અમલમાં મૂકી. સૌ પ્રથમ અંતરંગ રાજ્યમાં એણે પ્રવેશ કર્યો. “દાસીન્ય” રાજમાર્ગ દ્વારા “અષ્યવસાય” સરોવર વટાવી ધારણા” નદીના “તર ” ભેદી આગળ વધે.
ધર્મધ્યાન દંડેલક” દ્વારા “સબીજગ” મહામાર્ગમાં આવી “શુકલધ્યાન ડેલક” દ્વારા “ નિબજગ” મહામાગે આવી “કેવલિ સમુઘાત ” પ્રયત્ન આદર્યો, “શૈલેશી” નામના પથે પ્રયાણ કરી નિવૃતિ નગરીમાં જઈ પહોંચ્યો. મહામહાદિ સર્વથા નષ્ટ બન્યા. જન્મ, જરા અને કલેશથી