________________
૯૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
રાજ્ય કર્યું પણ સૌને ફળ જુદું જુદું મળ્યું. એમાં એ લોકેની કાર્યપદ્ધતિ જ કારણભૂત હતી. એમાં નિકૃષ્ટ અધમ વિગેરે દુખી બન્યાં અને ઉત્તમ વરિષ્ઠ અત્યંત સુખી થયા.
દરેક રાજાઓના એક એક વર્ષની રાજ્યપાલનની પદ્ધતિના જ્ઞાનથી મને બધું જાણવા મલી ગયું. છ વર્ષની માહિતીએ મને સારો બેધ આપી દીધું. વિશેષજ્ઞો દ્વારા કહેવાય
“જે માનવીઓએ બારીકાઈથી એક વર્ષની કાર્ય પદ્ધતિ જોઈ અને એકવાર એ કાર્યને અમલ કર્યો હોય તે એણે વિશ્વનું અવલેકન કર્યું છે એમ કહી શકાય.” કારણ કે વિશ્વના દરેક પદાર્થોનું એ રીતે જ પુનરાવર્તન થયાં કરે છે. રૂપાન્તર થાય છે પણ નવ સર્જન હેતું નથી.
મહામના શ્રી સિદ્ધાન્તની પરમ કરુણાથી સુખ અને દરખના કારણેનું વિજ્ઞાન મને પ્રાપ્ત થઈ ગયું છે. મારી અપ્રબુદ્ધતા અર્થાત્ અજ્ઞાનતા દૂર થઈ ગઈ અને હું પ્રબુદ્ધ જ્ઞાતા બની ગયો છું.
આ રીતે અપ્રબુદ્ધ છ રાજ્યની પરિસ્થિતિને પુનઃ પુનઃ વિચાર કર્યો અને એની દશાઓને નિર્ણય કર્યો અને એ વિષયક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. મહામના એ હવે આકુળતા રહિત બન્યો. અને આનંદમાં આવી ગયે.
અપ્રબુદ્ધ પ્રબુદ્ધ બન્ય. શાંત બન્ય. સ્થિતિપ્રજ્ઞ બને.