________________
8
ઉપમિતિ કથા સાદ્ધાર ગુરૂદેવને દીક્ષા આપવા વિનંતિ કરતાં ગુરૂદેવે હર્ષથી દીક્ષા આપી. મહારાણી શ્રી મયૂર મંજરીએ પોતાના પતિદેવના પવિત્ર પંથે પ્રયાણ કરી પતિતપાવની દીક્ષા લીધી. પ્રધાન મંડળના ઘણા પ્રધાનએ પણ પિતાના રાજવીની સાથે દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા સ્વીકાર કર્યા પછી હરિરાજર્ષિ પિતાના ગુરૂદેવની સાથે વિચરતા હતા. “ઉત્તમ”ના વિશિષ્ટ રાજ્યનું ઉત્તમ રીતે પાલન કરતા હતા.
અનુક્રમે મહામે હાદિ શત્રુઓને સંપૂર્ણ નાશ કરી નિવૃતિ નગરીમાં હરિરાજર્ષિ પહોંચી ગયા. ધનશેખરની દશા :
સંસારીજીવ પિતાના ધનશેખરના ભવની કહાણી આગળ ચલાવતાં અગૃહીતસંકેતાને કહે છે.
હે સુભ્ર ! સાગર અને મૈથુન મિત્રની પ્રેરણાથી ધન અને સ્ત્રીમાં આશક્ત બનેલા એવા મને ઘણા દેશમાં અને ઘણા ગામમાં એ બન્નેએ ફેરવ્યો. એ મિત્રોએ મને છેડો નહિ અને મેં એમને સંસર્ગ તજ નહિ. હું ધન અને સ્ત્રીની
ધમાં જ્યાં ત્યાં રખડતે જ રહ્યો. | હરિણીનયને ! એક વખત રખડતાં ૨ખડતાં મહાવનમાં પહોંચી ગયો, એક ઝાડ નીચે આરામ કરવા બેઠે હતું, ત્યાં બીલીપત્રના ઝાડ ઉપર મારી નજર ગઈ. એની શાખામાંથી એક અંકુરો નીકળી ભૂમિને અડી રહ્યો હતે. મને વિચારો આવ્યા કે જરૂર અહીં નિધાન દટાએલું હોવું જોઈએ.