________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
ચારિત્ર ધર્મરાજના સૈન્યને આત્મીય બનાવી લીધું. એમનું અત્યંતર બલ ઘણું હતું. એ શ્રેષ્ઠ રાજવીએ લાંબા સમય સુધી એક છત્રી રાજ્ય સુંદર રીતે પાલન કર્યું.
મહામહાદિ શત્રુઓને જે રીતે ઉત્તમરાજાએ નાશ કર્યો હતે એ રીતે શ્રી વરિષ્ઠ રાજાએ મહાવેરી મહામે હાદિને નાશ કર્યો. અને જે માર્ગો ઉત્તમરાજા નિવૃતિ નગરે ગયા એ જ માગે શ્રી વરિષ્ઠ રાજા પણ નિતિ નગરીએ ગયા.
હાલમાં શ્રીવરિષ્ઠ નિવૃતિ નગરીમાં અત્યંત સુખમાં મહાલી રહ્યા છે.
વિર્તક અપ્રબુદ્ધને કહે છે કે આપની આજ્ઞાથી હું એ રાજાઓની સત્તા અને સ્થિતિ જોવા ગયે હતે. એમાં મેં જે જોયું, જાણ્યું એ આપને યથાસ્થિત જણાવ્યું છે. એમને રાજય વહિવટ અને અન્તિમ ફળ પણ હું આપને કહાં ગયે છું. અપ્રબુદ્ધની વિચારણ;
વિતર્કનું વિવેચન સાંભળી અપ્રબુદ્ધ વિચાર કરવા લાગ્યો, અરે! મહાત્મા શ્રી સિદ્ધાંતે જે વાત જણાવી હતી તે બરોબર સાબીત થઈ
શ્રી સિદ્ધાન્ત ગુરૂદેવે મને જણાવ્યું હતું કે ભાઈ! એકનું એક રાજ્ય પાલન કરવાની સુપદ્ધતિથી સુખનું કારણ બને છે અને પાલન કરવાની કુપદ્ધતિથી દુખનું કારણ બને છે. કારણ કે નિકૃષ્ટ અધમ વિગેરે છએ એક એક વર્ષ ૧ આ માટે ફરીથી પ્રકરણ ત્રીજું વાંચી જવું ઠીક રહેશે.