________________
ઉત્તમસૂરિજી
૫૧
જાણે છે તેઓ સુખી બને છે અને જેઓ રાજ્ય બરાબર ચલાવી શકતા નથી તેઓ દુઃખી થાય છે. મૂઢ બુદ્ધિવાળા સારી રીતે રાજ્ય ન કરે એટલે દુખ મેળવે. આમાં કાંઈ પ્રત્યક્ષ વિરોધ જણાતું નથી. તારે વિવેકપૂર્વક વિચાર કરે જરૂરી છે.
અપ્રબુદ્ધ—પૂજ્યવર ! આંતરરાજ્ય એક પ્રકારનું છે કે અનેક પ્રકારનું ?
સિદ્ધાન્ત–ભદ્ર! સામાન્યથી આંતર રાજ્ય એક પ્રકારનું છે, અને વિશેષથી વિચારીએ તે અનેક પ્રકારનું એ રાજ્ય છે.
અપ્રબુદ્ધ–ભગવદ્ ! સામાન્ય રાજ્યનું કેવું સ્વરૂપ છે? એ રાજ્યના રાજા, કેશ, સિન્ય વિગેરે કેવાં છે ? સામાન્ય રાજ્ય વર્ણન : સિદ્ધાંત-ભદ્ર સાંભળ.
રાજા–આ સામાન્ય રાજ્યને રાજવી સંસારીજીવ છે. સંસારીજીવ વિશ્વવિખ્યાત વ્યક્તિ છે. સર્વ એશ્ચર્યને અધિપતિ છે. સુખ અને દુઃખ એની રાજપદ્ધતિ ઉપર છે.
કોશ –સમતા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, ધ્યાન, નિર્મળ માનસ, શુદ્ધ જ્ઞાન, વીર્ય વિગેરે ભાવર જ્યોતિયુક્ત રત્નસમુહ એના કેશાગારમાં અગણિત ભરેલાં છે. એ રાજ્યને ભંડાર ઘણું વિશાળ છે.
સૈન્ય–આ રાજવી પાસે ચતુરંગ સિન્ય છે. ગંભીરતા, ઉદારતા, શૂરવીરતા વિગેરે રથદળ છે. યશ-પ્રભા, વિશ્વસનીયતા,