________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
આપના ઉપર અને આપના સેવકે ઉપર ખૂબ હેત રાખ નારે વ્યક્તિ છે. ચારિત્ર ધર્મરાજને મહાવિધી છે. અને એથી આપણને લાભ છે. વળી આ અધમને પિતાના અંતરંગ રાજ્યની માહિતી નથી. એનું નામ હજુ એના ખ્યાલમાં જ નથી.
આ અધમનું રાજ્ય એ વાસ્તવિક રીતે આપણું જ રાજ્ય રહેશે. આપણે સત્તાને ખલેલ નથી પહોંચવાની. પરતુ આને આપણુ રાજ્યમાં પ્રવેશ જ ન કરવા દે. જે એ પ્રવેશ કરે તે આપણું ગુપ્ત બાતમીને એને ખ્યાલ આવી શકે અને આપણી વિરૂદ્ધ પણ થઈ શકે કારણ કે આનામાં કાંઈક સામને કરવાની શક્તિ છે. પરન્ત રાજ્યમાં પ્રવેશ ન કરવા દઈએ તે વાંધો નહિ આવે.
આ અધમને રાજ્ય બહાર રાખવામાં જ લાભ છે અને એ અર્થ કામમાં ઘણે આસક્ત છે. એટલે એને અર્થ કામમાં જોડી દેવામાં આવતાં આપણે અનુકૂળ વર્તશે.
આપની આજ્ઞા હેાય તે અમે એને ધન અને કામની લલચામણું લાલચ આપીને બહિરંગ પ્રદેશમાં જ જકડી રાખીએ એમાં જ મશગુલ રાખીએ. એ એમાં આસક્ત રહેવાથી અંતરંગ પ્રદેશમાં આવવાને વિચાર પણ નહિ કરી શકે.
મહામહ રાજાએ કહ્યું, “ભલે! જે રીતે એ અધમ પ્રવેશ ન કરે એવી યોજનાને અમલ કરે.”
રાજાની આજ્ઞા સાંભળી સૈન્ય સાબદું થવા લાગ્યું. કઈ પણ હિસાબે અધમને બાહ્ય પ્રદેશમાં જ રેકી રાખો. અને એ માટે સૌ ઝડપભેર તૈયારી કરવા લાગ્યા,