________________
૭૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
વિમધ્યમ રાજાનું મન ધનલાલસા અને વિષય વાસનામાં ચૂંટેલું રહેશે તે પણ અલ્પાંશે ધર્મની પણ આચરણ કરશે.
વિમધ્યમનું માનસ માધ્યસ્થ ભાવવાળું છે. એને સારા ખોટાને પૂર્ણ વિવેક નથી, તેથી દરેક દેને, દરેક સાધુઓને અને દરેક ધર્મોને માને છે. દરેકની સ્તુતિ અને કંઈક આરાધના કરે છે.
આપણને સૌને પિતાના હિતસ્વી બધુ તરીકે માને છે અને એજ રીતે ચારિત્ર ધર્મરાજ આદિને પણ પોતાના બધુ તરીકે માને છે.
અધમની જેમ વિમધ્યમને પિતાના રાજ્યમાં પ્રવેશ જ ન કરવા દે. જે એ પ્રવેશ કરશે તે આપણું વિરૂદ્ધમાં જ પિતાના સૈન્યને ઉપયોગ કરશે. રાજ્ય બહાર રહીને પિતાના સૈન્યનું પાલન કરશે તે એમાં આપણને મુશ્કેલીમાં ઉતરવાનું નહિ રહે. આપણું નુકશાન નહિ કરી શકે.
આ કાર્ય પણ આપશ્રી દષ્ટિ ગિનીને સુપ્રત કરો. એ અધમની જેમ વિમધ્યમને રાજ્ય બહાર જ રોકી રાખશે. અને આપણે મુશ્કેલીમાંથી ઉગરી જઈશું. સમય બગાડવા જે નથી.
મહામહ રાજાએ મંત્રીના વચન માની વિમધ્યમને રાજ્યમાં પ્રવેશ ન કરવાના ઉપાયો જવા દષ્ટિ વિગેરેને આજ્ઞા આપી.