________________
ઉપમિતિ કથા સારિદ્વાર સંતેના અવગુણ ગાતે. સજજનેના દે જેતે અને વ્યભિચારીઓના ગુણ ગાતે, જુગારીઓની સાહસ કથા કરતે, એરટાના શૌર્યની પ્રશંસા કરત. આવું હીન જીવન જીવવામાં આનંદ માનવા લાગે.
આ રીતે બહિરંગ પ્રદેશમાં રૂપસૌંદર્યના દર્શનમાં આસક્ત અને અર્થકામમાં અતિલંપટ બની જ્યાં ત્યાં ભટકી ભટકી પિતાને જન્મારે વેડફાવા લાગ્યો. આસ્તિકતાને અંશ ન રહ્યો. નાસ્તિકતા પરાકાષ્ટાએ પહોંચી.
એક વખતે રૂપથી રતિને ઝાંખી કરતી, યૌવનથી મદમસ્ત ડેલતી ચંડાલણ અધમના જેવામાં આવી. બસ ખલાસ, અધમના અંગે અંગમાં કામ વ્યાપી ગયે. ચંડાલણના રૂપમાં અંજાઈ ગયો. કુળાકુળને અને ગમ્યાગમ્યને વિચાર કર્યા વિના એના તરફ અનિમેષ નયને ઘણીવાર નિહાળો જ રહ્યો અને રગરગમાં વાસના વ્યાપી ગઈ હોવાથી એને ભેટી પડ્યો.
લેકનિંદ્ય અને અતિસુચ્છ કર્મ કરતાં જોઈ લોકોએ એને ઘણે તિરસ્કાર કર્યો દુરાચારીમાં પ્રથમ કહેવાશે. આખરે અનાચારની પારાશીશી ઓળંગી જતાં બહિરંગ પ્રદેશના નાગરીકેએ પણ એને દેશપાર કર્યો. દેશનિકાલ કર્યો.
બાહ્ય પ્રદેશોમાં અત્યંત દુઃખે ભગવતે અને પાપાચરણ કરતે જોઈ છેલ્લે કર્મ પરિણામ મહારાજાએ અત્યંત દુખના સ્થાનભૂત પાપીપંજરમાં ધકેલી મક, અધમ ! તે રાજ્ય બરાબર ચલાવ્યું નથી. માટે તને આ સજા ફટકારવામાં આવે છે,