________________
AAN
ઉપમિતિ કથા સારોદ્ધાર ammmmmmmmmmin કરીને ઉત્તમે સૌ પ્રથમ ગુરૂદેવ શ્રી સિદ્ધાન્ત પાસે આશીર્વાદ લેવા આવ્યું અને પૂછયું.
ગુરૂદેવ! રાજ્યની આંતરિક પરિસ્થિતિ કેવી છે? રાજ્યમાં મારે કયાંથી પ્રવેશ કરે? દુશ્મને ઉપર ધસારે કયાંથી અને કઈ રીતે કરી મારી હઠાવવા ? આ દુશ્મનને પોતાની સત્તા તળે કેમ લાવવા? મારે મારું બળ ક્યાં અને કેટલું બતાવવું? કૃપા કરી આ વિષયમાં આપ માર્ગદર્શન આપી સહાય કરે. સિદ્ધાન્ત દ્વારા સમાધાન :
સિદ્ધાને જણાવ્યું, ભદ્ર ઉત્તમ ! સૌ પ્રથમ સ્વરાજ્યમાં પ્રવેશ કરતાં તારે ગુરૂદેવની આજ્ઞા ભક્તિપૂર્વક પાલન કરવી જોઈએ. પછી સર્વ સંસર્ગના ત્યાગરૂપ યતિશ–સુનિવેશ ગ્રહણ કરી અનિયત વાસ કરે જોઈએ. રાગના હેતુભૂત સ્થિરવાસ અને નિયતવાસ ન કર જોઈએ.
મનગમતા અને અણમાનીતા શબ્દ રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ જન્ય સુખ ઉપર રાગ અને દ્વેષને અભાવ કેળવ જોઈએ વિષયજન્ય પદાર્થોથી અલિપ્ત રહેવું જોઈએ.
પરમાત્માના ધ્યાનમાં લીનતા કેળવવી જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું સુંદર પાલન કરવું જોઈએ. પરીષહેરમાં અને ઉપસર્ગોમાં અડોલ વૃત્તિ રાખવી જોઈએ. શાસ્ત્રાભ્યાસમાં સદા ઉદ્યમશીલ રહેવું જોઈએ અને વૈરાગ્યમાં રમતાં જીવન જીવવું જોઈએ.
આવી જાતની જીવનચર્ચા દ્વારા આત્મિક બળ કેળવી મહામહ વિગેરે સર્વ શત્રુઓને તું સમૂળગે નાશ કરી શકીશ.