________________
છંદ
ઉપમિતિ કથા સારાદ્વાર
m
મહામાહ રાજાએ વિષયાભિલાષ મંત્રીને પૂછ્યું, આ રાજા આપણા માટે કેવા છે ?
મંત્રીશ્વરે કહ્યું, દેવપાદ! આ મધ્યમ રાજા આપણા માટે સારા નથી. કારણ કે આપણા કટ્ટર વિરાધી એવા “સિદ્ધાન્ત” સાથે એની ગાઢ મૈત્રી છે.
સિદ્ધાન્તની સાથે ગાઢ પરિચય હાવાથી સિદ્ધાન્ત મધ્યમરાજાને પેાતાના શત્રુ કાણુ, મિત્ર કાણુ, અન્તરંગ રાજ્ય કેવું, એની પ્રાપ્તિના ઉપાય વિગેરે બાતમી જણાવી દીધી છે.
સિદ્ધાન્ત ગુરૂ મળવાથી એ રાજા આપણને પેાતાના આંતર દુશ્મન તરિકે માને છે. પેાતાના રાજ્યને પડાવી લેનાર તરીકે આપણને માને છે. ચારિત્રધર્મરાજના સૈનિકાના પક્ષમાં પેાતે રહે છે. એથી એ સૌ ગેલમાં આવી ગયાં છે.
સિદ્ધાન્તના સ`સગથી એ રાજા સ`પૂર્ણ કલેશ કંકાસના વાતાવરણથી રહિત માક્ષને પ્રાપ્ત કરવા ચૈાગ્ય માને છે. મેાક્ષ પ્રાપ્તિ માટે ધર્મ એનું સાધન છે. એમ હૃદયથી સ્વીકાર કરે છે.
અથ અને કામ ત્યાગ કરવા જેવા છે એવી મધ્યમરાજની માન્યતા છે પણ ઉદારસત્ત્વતાના એના જીવનમાં અભાવ હાવાથી અથ કામને સર્વથા તજી શકતા નથી. અથ કામના અવગુણા જાણવા છતાં એની ઉપાસના સર્વથા તરણેાડી શકતા નથી. હે દેવ! આપણે આ મધ્યમરાજની તકેદારી રાખવી પડશે. સદા સાબદા રહેવું પડશે. નહિ તેા આપણને સાને મારી પેાતાના રાજ્યના સ્વામી બની જશે.