________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
૨. અધમનું રાજ્ય આચાર્ય ભગવંત શ્રી ઉત્તમસૂરીશ્વરજી હરિરાજાની સન્મુખ છ રાની વ્યવસ્થાનું વર્ણન કરી રહ્યા છે. પરન્તુ એ બધી હકિકતેનું વર્ણન સંસારીજીવ અગ્રહીતસંકેતાને શ્રી સદાગમની અધ્યક્ષતામાં જણાવી રહ્યો છે. એ આગળ જણાવે છે.
અપ્રબુદ્ધને વિતર્ક કહે છે કે બીજા વર્ષમાં પણ પડહ વગડાવી જાહેર ઘેષણ કરવામાં આવી. “આ વર્ષે “અધમ” રાજ ગાદીએ આવ્યા છે. માટે સૌ પ્રજાજને ખાઓ પીઓ અને મજા કરો.” ગયા વર્ષના ઢંઢેરાથી બન્ને રાજ્યમાં જે ખળભળાટ થયો હતે એ જ આ વખતે પણ ખળભળાટ થયે.
મહામહ રાજાએ પિતાની મહાસભા બેલાવી અને મંત્રણાઓ ચાલુ કરી. સારી સંખ્યામાં સદસ્ય આવી ગયા હતા. મહામંત્રીનું નિવેદન:
વિષયાભિલાષ મહામંત્રીએ જણાવ્યું, દેવ! આ અધમ રાજાથી આપણે જરાય ભીતિ રાખવાની જરૂર નથી. નિકૃષ્ટ રાજાના જેવા જ ગુણ અને સ્વભાવવાળે છે.
અધમ રાજા આ લોકના સુખને જેવા વાળે છે. પરલોક સાથે એને સંબંધ નથી. નિકૃષ્ટ ધર્મ, અર્થ, કામ અને મેક્ષને વિરોધી હતા, પણ અધમ ધર્મ, મોક્ષને વિરોધી છે. અને અર્થ કામને આદર અને બહુમાન કરનાર છે.