________________
છ રાજેની વ્યવસ્થાને હેવાલ નિકૃષ્ટનું અધમ વતનઃ
નિકૃષ્ટની આંતરિક દશામાં ચારિત્ર ધર્મરાજને નાશ, મહામહાદિની માલીકી અને નિકૃષ્ટની અવગણના જેઈ હું બાહ્ય પ્રદેશમાં ગયા. મને થયું કે નિકૃષ્ટની રાજ્યસત્તા બાહા પ્રદેશમાં કેવી ચાલે છે, એ પણ જોઈ લઉં.
બાહ્ય પ્રદેશમાં આવીને જોયું તે નિકૃષ્ટ રાજા રાજ્યભ્રષ્ટ બન્યું હતું. રૂપ હણાઈ ગયું હતું. વિશ્વમાં સૌ એના પાપાચારેની નિંદા કરતા હતા. જ્યાં ત્યાં એને તિરસ્કાર થતું જેવાતે હતે. શરીર ઉપર અંગ ઢાંકવાના વચ્ચેનું ઠેકાણું ન હતું. શરીરે મેલના થર બાઝી ગયા હતા. કૂરતા એનામાં સમાતી ન હતી. પુરૂષાર્થથી રહિત બની ગયો હતે.
માન સન્માન મળતા ન હતાં, પણ અપમાન ઠેર ઠેર થતાં. પિતાના પેટ ભરવા માટે અનેક યાતનાઓ સહેવી પડતી.
અનેક જીવને ઘાત કરે ત્યારે માંડ માંડ પેટ ભરાતું. ચંડાલ, ઢેડ, ભીલના રૂપે કરી એના જેવી જીદગી પસાર કરવી પડતી હતી.
સવ દુઃખનું એ નિધાન બની ગયે અને સાક્ષાત પાપમૂતિ થઈ ગયો. દુઃખ સિવાય વાત નહિ છતાં મહામહ ઉપરને અનુરાગ એને ન ઘટ્યો. આવી પરિસ્થિતિમાં જ્યાં ત્યાં ભમી ભમીને દિવસે વીતાવતે નિકૃષ્ટ મારા જેવામાં આવ્યો.
આવી રાજકીય પરિસ્થિતિ જોઈ કર્મપરિણામ રાજાને દુઃખ થયું. “તને રાજ્ય પાલન કરતાં આવડયું નથી” એમ જણાવી ઘણે ગુસ્સે ઠાલવ્યો અને બળજબરીએ દુઃખદાયી પાપીપંજરમાં અર્થાત્ નરકમાં ધકેલી દીધે.