________________
१४
ઉપમિતિ કથા સારોદ્ધાર
સાત્તિવકપુર જિનપુર વિગેરે સ્થળોએ ભારે ગમગીની છવાઈ ગઈ. શોકનું સામ્રાજ્ય વ્યાપક બની ગયું. સંપૂર્ણ પ્રદેશ ઉપર ઉદાસીનતાના વાદળ ઘેરી વળ્યાં. અંતરગ રાજ્ય ઉપર મહામહ :
મહામેહના સૈન્યમાં આનંદના રંગતરંગ ચાલી રહ્યાં છે અને ચારિત્રધર્મરાજના સન્યમાં ગમગીનતા ફેલાઈ ચૂકી છે. આ સર્વનું મૂળ કારણ નિકૃષ્ટ રાજવી હતો.
મને થયું કે આવા ગુણવાન રાજવીને નિહાળવે તે જોઈએ. મને જેવાની ઈચ્છા થતાં એ નિર્ણય ઉપર આવી ગયે.
હમણા નિકૃષ્ટ પિતાનું રાજય લેવા અહીં આવશે અને મને એના દર્શન થશે એમ વિચારી ત્યાં માર્ગમાં જ હું રાહ જેવા લાગ્યો.
પરતુ નિકૃષ્ટ રાજ્ય લેવા આવ્યો એટલે મહામહ વિગેરેએ એને પ્રવેશ પણ ન કરવા દીધો. ત્યાં જ અટકાવ્યું. એટલું જ નહિ મહામહાદિ ચેરીએ ચારિત્રધર્મરાજ ઉપર હલે બેલા. એમની સાથે યુદ્ધ કાર્યું. ચારિત્રધર્મરાજના એકેએક ચૂનંદા સૈનીકેને પકડી પકડી પરાજય આપે. ચારિત્રધર્મરાજની હાર થઈ. નિકૃષ્ટરાજાને પણ ગરદન પકડી બહાર ધકેલી દેવામાં આવ્યું અને સૌએ મળી એનું સંપૂર્ણ આંતર રાજ્ય પિતાને આધીન કર્યું. મહામહે પિતાની સર્વસત્તા ઠેકી બેસાડી. ચારિત્રધર્મરાજ કે નિકૃષ્ટરાજનું કાંઈ એમાં ચાલ્યું નહિ.