________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
સાધમંત્રીએ જણાવ્યુંઃ કૃપાળુ દેવ ! નિકૃષ્ટ એ સર્વ રીતે દુર્જન વ્યક્તિ છે. એકાન્ત એનામાં અવગુણે ભર્યા પાથર્યા છે. એ દુષ્ટાત્મા પિતાના નિર્મળ રાજ્યને જાણતે નથી અને આપણને સૌને ઓળખતે નથી. મહામહ વિગેરે એના પરમ શત્રુ છે છતાં એ મૂખ એને પિતાના પ્રિય મિત્રો માને છે.
દયાળુ દેવ! ભાગ્યના દેષથી આ રાજ્ય ઉપર આવ્યું છે. આપણા માટે પ્રલયકાળ આવ્યું છે એમ સમજવાનું રહ્યું. આપણી પૂરેપૂરી કમબખ્તી આવી ઉભી છે.
એક તે મહામહ ઘણા વખતથી આપણે પરાજય કરતે આવ્યું છે. આપણું વખતે વખત પીછેહઠ થઈ રહી છે, એમાં આ રાજા આપણું નસીબે લખાણે એ મહામહાદિને અનુકૂળતા કરી આપશે અને આપણી વિરૂદ્ધમાં સૂકાદા આપશે દૈવ પણ દુર્બળને હંફાવે છે. પડતાને સી પાટુ મારે છે. | નાથ ! આપણે માથે ભારે કટેકટી સજણ છે. શું રસ્તે લે એ ખ્યાલમાં આવતું નથી.
સાધ મહામંત્રીના વચને સાંભળી ચારિત્રધર્મ રાજા અને એમની હાથ નીચેના નાના રાજાઓના વદન કમળ મૂર્ણાઈ ગયા અને નિસ્તેજ બની ગયા. હૃદયમાં અત્યંત શેકે સ્થાન લીધું.
ચારિત્રધર્મ રાજાની આધીનતામાં જે નાગરીકે હતા, એ બધાં મહામંત્રીના વચન સાંભળી ઉદાસ બની ગયા. આનં. દની એક નાનીશી લહેર મુખ ઉપર ફરકતી જણાતી ન હતી.