________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
દષ્ટિએ કાર્યને દર સંભાળ્યો :
સિન્યને સાબદા થતાં જઇ પિતાની શકિતથી ઉમર બનેલી અને ઘણું ચબરાક વિષયાભિલાષની પુત્રી “દષ્ટિ” ઉપસ્થિત થઈ. ઉભી થઈ એ નમ્રતા પૂર્વક બેલી.
દેવ ! આપે આ બધું શું આદર્યું છે? જે અધમના માટે સૈન્યને સાબદા થવાને આદેશ આપે છે પણ એ તદ્દન અલહીન વ્યક્તિ છે. આપ અને આપની આજ્ઞામાં રહેલા સૌ રાજરાજેશ્વરે તૈયારીમાં પડયા એ કાંઈ યેગ્ય ગણાય? “મચ્છરને મારવા મગરને જવું” એના જેવું ગણાય.
પૂજ્ય! આપ આ સેવિકાને આજ્ઞા આપ. હું એકાકી અધમ રાજાને વશર્વતી બનાવી લઈશ. એ કાર્ય કરતાં મને ઘણે સમય પણ નહિ લાગે. અમારા જેવી તુચ્છ સેવિકાએથી કાર્ય સધાતું હોય, ત્યાં આપ વડિલેએ જવું ઠીક ન ગણાય.
વળી જ્યાં હું કાર્ય માટે જઉં છું ત્યારે આ સ્પર્શન વિગેરે મારા પાંચે બધુએ ભાવથી મારી સાથે જ હોય છે. જરાય વેગળા નથી દેતા.
દષ્ટિની વાત સાંભળી મહામહને એ ઉપાય વધુ અનુકૂળ અને સરળ લાગે, દષ્ટિને આજ્ઞા આપી કે તું અધમ રાજા પાસે જા અને અર્થકામમાં તલ્લીન બનાવી દે.
જેવી આપની આજ્ઞા” એમ દષ્ટિએ જણાવ્યું અને બહિરંગ પ્રદેશમાં અધમ પાસે પહોંચી ગઈ.