________________
ઉત્તમસૂરિજી
૫૩
ચતુરંગ સૈન્ય એનું મહાવિશાળ છે એટલે વધુ પડતે મદ એ રાખે છે. મનમાં વિચાર કરે છે કે આ સામાન્ય રાજ્ય ઉપર સંસારીજીવ રાજા કયાંથી આવ્યા ? ચારિત્રધર્મરાજ એ કયા બાગનું બગતરૂં છે ? આ રાજ્ય અમારૂં છે. બીજા કેઈની દેન નથી કે રાજ્ય સંભાળી શકે. અમે જ એના ખરા સ્વામીએ છીએ.
આ જાતને નિર્ણય કરીને બધા ચાર ધાડપાડુઓએ ભેગા મળી કર્મ પરિણામને મહારાજા તરીકે સ્થાપન કર્યો. વળી ચિત્તવૃત્તિ અટવીમાં રાજસપુર અને તામસપુર નગર બનાવીને એમાં મહામહને રાજ્યાભિષેક કરવામાં આવ્યું.
મહામહને પણ ચતુરંગ સન્ય સોંપવામાં આવ્યું. રાજ્યને ઢરે એની પિતાની નીતિ પ્રમાણે જાહેર કર્યો. કાયદાશાસ્ત્ર પિતાની નીતિને અનુરૂપ રચવામાં આવ્યું. સંપૂર્ણ રાજ્યને કારભાર મહામહે સર્વ રીતે સંભાળી લીધે. કર્મ પરિણામે પિતાને વ વટ એના હાથમાં આપી દીધે.
શ્રી કર્મ પરિણામ મહારાજા કાલપરિણતિ મહારાણીના સાથે નિશ્ચિત બનીને મનુજાતિ નગરીમાં સંસારનાટક જોઈ રહ્યો છે અને મોજમજા માણી રહ્યો છે.
શ્રી કર્મ પરિણામ સંસારીજીવની શક્તિ કેટલી છે એ એના જાણમાં છે. ચારિત્રરાજા, સાધમંત્રી, સમ્યગદર્શન સેનાપતિ, રાતેષ તંત્રપાળ વિગેરેના બળના માપની જાણકારી એને છે. તેથી સંસારીજીવના રાજ્યને સર્વથા દ્વેષ કરતું નથી. ઘણીવાર કર્મ પરિણામરાજા ચારિત્રધર્મરાજ પ્રતિ પ્રેમથી જુવે