________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
સૌજન્યતા વિગેરે વિશાળ ગજદળ છે. વાગ્નીત્વ (સ્પષ્ટવકતૃત્વ) બુદ્ધિવ, ધૈર્યત્વ વિગેરે અશ્વદળ છે. દક્ષિણતા, મન પ્રસન્નતા, નિર્મળચિત્તતા વિગેરે અનેક પાયદળ છે. ક્ષીરસાગર જેવું મહા વિશાળ અને ત્રણ ભુવનને આનંદ આપનારું ચતુરંગ સિન્ય એ સામાન્ય રાજ્યમાં આવેલું છે.
વળી સંસારીજીવ રાજાને પરમ હિતસ્વી ચતુર્મુખધારી શ્રી ચારિત્રધર્મરાજા પણ પ્રતિનાયક આ રાજ્યમાં રહે છે. દાન, શીયળ, તપ અને ભાવ એ એના ચાર મુખે છે.
ભૂમિ–ચિત્તવૃત્તિ અટવી આ રાજ્યની ભૂમિ છે. અને રાજ્યની આવકને આધાર એ અટવી ભૂમિ ઉપર અવલંબે છે.
નગર–જેનપુર, સાત્વિકપુર, નિર્મળમાનસ, શુભ્રચિત્ત વિગેરે નાના મેટા અનેક નગર છે.
આ સામાન્ય મહારાજયની અંદર કષાય, નોકષાય, પ્રમાદ વિગેરે નામેવાળા હજારો ચોરે વસે છે અને રાજ્યમાં ઘણી વાર ઉપદ્રો ઉભા કરે છે. આ ચેરના બે અધિનાયકે છે. એ બન્ને નાયકે સગા ભાઈ છે. એકનું નામ છે કર્મ પરિણામ અને બીજાનું નામ છે મહામહ. આ બન્ને મહાબલવાન છે.
શ્રી કર્મ પરિણામ અને મહામહ રાજાએ પોતાના પરાક્રમથી વિશ્વના ઘણા પ્રદેશને પિતાને આધીન કર્યા છે.
* સામાન્ય રાજ્યના વર્ણનમાં રાજા, કાશ, સન્ય, નગર, ભૂમિ શત્રુસૈન્ય વિગેરેનું વર્ણન ચોથા પ્રસ્તાવમાં વિશેષતાપૂર્વક કરી ગયા છીએ.