________________
ઉપમિતિ કથા સાદ્ધિાર
દુખ ભોગવી રહ્યો છે. સુખનું સ્વમ પણ જોઈ શકતા નથી. સાગર અને મૈથુને એને અવળે પાટે ચડાવી દીધું છે. અને એના કો ચાલે છે માટે યાતના અને બેસુમાર સીતમ સહન કરી રહ્યો છે.
વળી મહામહ વિગેરે રાજાએ એના ચારિત્રધર્મ અને એના સિન્યને ચારે બાજુથી ઘેરીને ફસાવી દીધા છે. એનું બળ પણ પાંગળું બની ગયું છે. શક્તિઓ હણાઈ ગઈ છે. આવી કથળેલી પરિસ્થિતિમાં સિન્ય પોતાના બળને બતાવવા અસમર્થ બની ગયું છે.
અપ્રબુદ્ધ પૂજ્યવર! સામાન્યતઃ એક પ્રકારનું રાજ્ય છે અને એ પ્રાણીઓને સુખ તથા દુઃખ આપવામાં કારણભૂત છે એ વિષય મેં આપના પવિત્ર મુખેથી સાંભળે. હું બરાબર વ્યવસ્થિત સમજી પણ ગયે છું.
આપ પૂજ્યશ્રીએ બીજી વાત એ જણાવેલી હતી કે વિશેષતઃ એ રાજ્ય અનેક પ્રકારનું છે, મારી જીજ્ઞાસા એ માટેની માહીતી મેળવવા તલસી રહી છે. આપ કૃપા કરી એ માહીતી આપવા કૃપા કરશે ?
સિદ્ધાન્ત–વત્સ! તને આગળ જણાવવામાં આવ્યું હતું કે સંસારીજીવે પિતાના દરેક કાર્યમાં કર્મ પરિણામ મહારાજાને પ્રમાણભૂત માન્યા છે. એની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્યો થતાં હોય છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ ઓછો કરાતો હોય છે.
સવ સત્તા કર્મ પરિણામ રાજાને સેંપવાના કારણે એ પિતાની ઈચ્છા મુજબ પિતાના અનંતા પુત્રોને જુદા જુદા