________________
૫૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
વિનંતિ કરી કોઈ પણ હિસાબે આ છ પુત્રોને એક એક વર્ષ માટે રાજ્ય અપાવવું. આ મારી યોજના શ્રી કર્મ પરિણામ સ્વીકારશે અને પુત્રને એક વર્ષ માટે રાજ્ય આપશે. | તારે એ પુત્રના રાજ્યપાલનની વ્યવસ્થાને જાણવા માટે તું તારા વિશ્વાસ વ્યક્તિ “વિતર્ક એને મોકલજે. એ બધા હેવાલ તને સંભળાવશે ત્યારે તને કર્મ પરિણામનું વિશેષ રાજ્ય કેવું છે એને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. તને એની ખાત્રી થઈ જશે.
અપ્રબુદ્ધ–“પૂજ્યતમ! જેવી પૂજ્યવરશ્રીની આજ્ઞા.” સિદ્ધાન્તાચાર્યે પેજના પ્રમાણે કર્મ પરિણામ મહારાજા પાસેથી એક એક વર્ષ માટે છએ પુત્રને રાજ્ય અપાવ્યું. અને અપ્રબુદ્ધ શિષ્ય પોતાના વિશ્વાસુ વ્યક્તિ વિતર્કને એ છ પુત્રોની રાજ્યવ્યવસ્થાનું નિરીક્ષણ કરવા મોકલી આપે.