________________
ઉત્તમસૂરિજી
૫૫
અને સંસારીજીવને દાસ બનાવી દે છે. આ રીતે મહામહની અને સંસારીજીવની હાર અને જિત ચાલ્યા કરે. - જે વખતે સંસારીજીવ વિજય મેળવે તે વખતે સુખી ગણાય અને પરાજય પામે ત્યારે દુઃખી ગણાય. પરંતુ જ્યારે પુનઃ પુનઃ અભ્યાસ દ્વારા સંસારીજીવ યુદ્ધે ચડે અને પિતામાં અનેરી તાકાત બળ છે અને અમેઘ વીર્યશક્તિ પિતામાં છે એવું આત્મભાન થાય ત્યારે મહામહ વિગેરે યુદ્ધના મેરચે સામે આવેલા શત્રુઓને એક એકને વિણી વિણ ખલાસ કરી નાખે છે અને સર્વ ઉપર પિતાને વિજય મેળવે છે.
મહામહાદિ શત્રુઓના મૂળ ઉખેડી નાખી વિજયમાળા વરે ત્યારે એનું રાજ્ય નિષ્કટક બને છે. એને દુઃખ જેવાને વખત આવતું નથી. સર્વ કલેશ રહિત માત્ર સાચું સુખ
અને અપૂર્વ આનંદમાં એ મગ્ન રહે છે. ( આ પ્રમાણે તે સામાન્ય રાજ્ય સંસારીજીવના સુખ અને દુઃખનું કારણ છે એમ મેં તને જણાવ્યું હતું. શુભાશય ! સુચારૂ રીતે રાજ્યવ્યવસ્થા સંસારીજીવ કરે તે એ સુખને ભગવટે કરે અને વ્યવસ્થા તંત્ર નબળું રાખે અને હાર ખાય તે દુઃખ ભેગવે.
અપ્રબુદ્ધ-સ્વામિન્ ! હાલમાં સંસારીજીવનું રાજ્ય કઈ રીતે ચાલી રહ્યું છે? સુરાજ્ય ચાલે છે કે કુરાજ્ય?
સિદ્ધાન્ત–ભાઈ! હાલમાં કુરાજ્ય ચાલી રહ્યું છે. એ બિચારાને પિતાના રાજ્યને ખ્યાલ નથી. પોતાની સત્તા અને સામ્રાજ્યનું ભાન નથી. બહિરંગ પ્રદેશોમાં હમણું દુખ ઉપર