________________
ઉત્તમસૂરિજી
.
કથા સાંભળી રહ્યાં છે. એમાં પિતાના ધનશેખરના ભવની આપવીતી કથા કહી રહ્યો છે. કથામાં શ્રી ઉત્તમસૂરીશ્વરજી મહારાજ હરિકુમાર રાજવીને પુરૂષ કથાનક સંભળાવે છે.
આ વિશ્વમાં “ મનુજગતિ ” મહાનગરી આવેલી છે. એનું રાજ્ય શ્રી “ કર્મ પરિણામ ” મહારાજા પોતે જ સંભાળે છે. શ્રી “ કાળપરિણુતિ ” એમના મહારાણું છે. આ રાજારાણું સંસારનાટક જોતાં આનંદથી રહે છે.
આ રાજા-રાણને અનંતા છોકરાઓ છે, છતાં કઈ ખરાબ માનવીની નજર ન લાગી જાય એ બહાને અવિવેક વિગેરે મંત્રીઓએ એ બધાને જાહેર નથી કર્યા. ગુપ્ત જ રાખવામાં આવતા હતા.
મહારાજા અને મહારાણુ પાસે એક “સિદ્ધાંત” નામને નરરત્ન છે. તે શુદ્ધ અને સત્ય વચન બોલનાર છે. સર્વ સ્વભાને સારે અભ્યાસી છે. યથાર્થ વક્તા અને રાજરાણના ગુપ્ત તેમજ માર્મિક પદાર્થોના સ્વરૂપને સારે ખ્યાલ ધરાવે છે.
સિદ્ધાંત મહાપુરૂષને “અપ્રબુદ્ધ”x નામને શિષ્ય હતે. એણે પિતાના ગુરૂને સુંદર પ્રશ્ન કર્યા. એ જાણવા જેવા છે.
1 * સિદ્ધાંત એ જૈન આગમનું રૂપક છે.
* અપ્રબુદ્ધ : અંદર જ્ઞાન છે પણ ઉપર આવરણે આવી ગયા છે. તે ગુરૂના સમજાવવાથી આગમ દ્વારા આવરણ દૂર થાય છે. એનું આ રૂપક છે.