________________
૪૮
ઉપમિતિ કથા સારા દ્વાર
દીધી. એઓ ગમે તેટલી હિતબુદ્ધિ રાખે તે પણ હું માર્ગમાં આવી શકું એમ ન હતે. - નરપતિને મનમાં એક પ્રશ્ન જાગે અને પૂછ્યું: ગુરુદેવ ! આપશ્રીએ મંજુલસ્વરે જણાવ્યું કે પાપમિત્રોની મિત્રતાના કારણે ધનશેખર પાપ કરતે આવ્યું છે, પણ ધનશેખર મૂળ સ્વરૂપે શુદ્ધ, નિર્મળ અને ભદ્ર વ્યક્તિ છે, તે મને શંકા થાય છે કે કોઈ નિર્મળ વસ્તુ અન્ય વસ્તુના સંસર્ગથી સમળ બની શકે છે? નિર્મળતા ચાલી જાય અને મલીનતા આવી જાય એવું બને ?
નરપાલ! હા, એ નિર્મળતા અને મલીનતા પર પદાર્થના સંસગે સંભવિત છે. કારણ કે લોકસમુહ બે પ્રકાર છે. એક છે બાહ્ય અને બીજે છે આંતર. એમાં બાહ્યલોકના સંસર્ગથી દેશે આવી શકે છે અને કેઈ વિશિષ્ટ જીવ હોય તે દોષ ન પણ લાગે. પરન્તુ આંતરલોકેના સંસર્ગથી અવશ્ય દોષ લાગી જાય છે. નિર્મળને સમળ બની જાય છે.
આ વિષય તત્વજ્ઞાનને છે એ સ્પષ્ટ ખ્યાલ નહિ આવતે હાય, હું તમને એક કથાનક જણાવું છું તમે એ સાંભળશે, એટલે આંતર લેકેના સંબંધથી કેમ દે લાગી શકે છે અને પાવન આત્મા અપાવન કેમ બની જાય છે એ સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ષ પુરૂષ કથાનક :
સંસારીજીવ મૂળકથા શ્રી સદાગમની અધ્યક્ષતામાં જણાવી રહ્યો છે. અગૃહીતસંકેતા, પ્રજ્ઞાવિશાલ અને ભવ્યપુરૂષ સુમતિ