________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
હરિકુમાર મનમાં પ્રશ્ન પૂછવાના વિચાર કરી રહ્યા છે, એટલામાં મનના ભાવાને જાણી જનારા ચાર જ્ઞાનના સ્વામી શ્રી આચાર્ય ભગવંત મ’જુલ સ્વરે મેલ્યા.
હે રાજન ! તમે વિચાર કરે છે કે મને મારા મિત્રે સમુદ્રમાં કેમ ફેંકી દીધેા ? તે એનું કારણ તમને જણાવું છું તે સાંભળે.
૪૨
સાગર અને મૈથુન એ હરિશેખરના પ્રિય મિત્રો છે. આ એ મિત્રોની પ્રેરણાથી એણે તમને સમુદ્રમાં નાખ્યા હતા.
બિચારા હરિશેખરના દોષ નથી, એ તે રાંક છે. મિત્રાને પરાધીન છે. સાગરે તમારૂં રત્ન ભરેલું વહાણુ પડાવી લેવા પ્રેરણા કરી અને મૈથુને મયૂરમંજરી સાથે વિલાસ કરવા ઉશ્કેર્યાં.
અને મિત્રાના વચનાથી પરાધીન અનેલા ધનશેખરે તમને સમુદ્રમાં ફે'કયા એટલે સમુદ્રના અધિપતિ દેવ એના ઉપર ક્રોધે ભરાણા. તમારા નિળ ગુણાથી આકર્ષાઈ તમને મચાવ્યા અને ધનશેખરને સમુદ્રમાં ફેંકી દીધેા. દેવે માન્યું ડુબી ગયેા હશે, પરન્તુ એ મચી ગયા. તૂટેલા વહાણનું ક્લક હાથ લાગવાથી તરતા તરતા સાત દિવસે કિનારે આવી પહોંચ્યા.
તે હજી સુધી જીવી રહ્યો છે. સાગરની પ્રેરણાથી ધન કમાવા ઘણા પરિશ્રમા કરે છે પણ કશું મળતું નથી. દેશે। દેશ અને ગામે ગામ રઝળે છે અને દિવસેા દુઃખમાં પસાર કરે છે.
હું નરેશ્વર ! બધા દુ:ખામાં ધનશેખર આ બે મિત્રાના લીધે પીડાય છે, ધનશેખર મૂળસ્વરૂપે શુદ્ધ અને સાત્ત્વિક પુરૂષ છે. એને દ્વેષ ન ગણાય. દોષ સાગર અને મૈથુનના છે.