________________
ઉપમિતિ કથા સારદ્વાર
N
ફરી પ્રયત્ન અને નિષ્ફળતા:
સાગરમિત્રે મને ઘણે ઉત્સાહિત કર્યો એટલે મને પાને ચડ્યો. ધીરજ, સાહસ અને ખંતથી ફરી ધનની આકાંક્ષાથી પાપ કરવા લાગ્યું. પરંતુ પુણ્યદય મારી સહાયે ન હતું તેથી ધન તે ન મળ્યું પણ લક્ષમીના દર્શન થયાં નહિ.
હે રરૂ! પુણ્યદયને સાથ ન હતું છતાં મારામાં મિથ્યાભિમાન ઘણું જ હતું. મિથ્યાભિમાનના કારણે હું શ્વસુરના ત્યાં ન ગયે, તેમજ પિતાજીની પાસે પણ ન ગયે.
આવી કથળેલી પરિસ્થિતિમાં પણ મારે મિત્ર મૈથુન મને સ્ત્રી-સંસર્ગ કરવા પ્રેરણા કર્યા જ કરતે. મારી હાલત સર્વથા નિર્ધન હતી અને શરીર દુર્બલ શ્યામ બની ગએલું એટલે કાંણી સ્ત્રી પણ મારા મુખડા સામે જેવા તૈયાર ન હતી, ત્યાં રૂપવતી અને મનગમતી સ્ત્રીની આશા જ કેમ રખાય? મને કામક્રીડા માટે સ્ત્રી પ્રાપ્ત ન થતાં હૃદયમાં હું ખૂબ દુઃખી થતું.
કુબ્બા, કુટિલા, કાણા, કર્કશા, કૃષ્ણ સ્ત્રી પણ મળી જાત તેય સંતોષ માનત. પુણ્યદયની વિમુખતાના કારણે મારા ધનના કેડ પૂરાણા નહિ અને સ્ત્રીઓ સાથેની વિલાસની વૃત્તિઓ પાર પડી નહિ.
અનેક અનર્થો કર્યા પણ અભિલાષાઓ અધુરી જ રહી. અહીં ભટયે, તહીં ભટક્ય પણ દુખે જ નશીબે લખ્યાં હતા. બંને પાપ મિત્રોએ આશાઓમાં ફસાવી વધુ દુઃખી કર્યો, આશા ઠગારી બની.