________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
હતા. રાજાને પ્રસન્ન કરવા લશ્કરી વિભાગમાં જોડાય અને યુદ્ધમાં ઝંપલાવ્યું. શરીરે ઘણા ઘા વાગ્યા. મરણતેલ દશા પામે છતાં રાજા ન રીઝયા અને નેકરી છેડવી પડી.
બળદને ધંધે કર્યો અને ભાડે આપવા લાગ્યો પણ ઘણુ બળદને રેગ ફાટી નીકળ્યો અને મરી ગયા.
ગધેડા ઉપર માલ ભરી બીજા દેશમાં લઈ જવાને વણઝારાને ધધ કરવા લાગ્યો. પરંતુ એક વખતે માલ ચેરેએ જંગલમાં લુંટી લીધે.
રેહણાચલ પર્વતે રત્ન માટે ગયે પણ નસીબે યારી ન આપી એટલે હાથમાં માત્ર ધૂળ જ આવતી.
ધાતુવાદને પ્રગ ચાલુ કર્યો, પારા અને તાંબામાંથી તેનું બનાવવા ગયો ત્યારે એ બધા દ્રવ્ય ક્ષારરૂપ બની ગયા. પરિશ્રમ વ્યર્થ થયો.
ધન માટે જુગાર રમવા લાગ્યું પણ ત્યાંય સખત હાર થઈ. જુગારીઓએ મારી મારી મારા હાડકા ખખડાવી નાખ્યા.
થાકીને હું કઈ ધનપતિને ત્યાં નેકરીએ રહી ગયું. મેં એની ઘણી સરસ સેવા બજાવી. વફાદારી પૂર્વક કામ કર્યું, પણ મને બદલામાં કાંઈ ના મળ્યું. નોકરી જતી કરી.
હે સંકેતા ! તને મારી આપવીતીની વાત શું કહું? ભૂખના કારણે પેટમાં ખાડે પડી ગયે, શરીર લેવાઈ ગયું. ભીખ માગવી ચાલુ કરી, પરંતુ પુણ્યદય વિના ભીખમાં ખાવા જેટલું પણ હું મેળવી શકતું ન હતું.