________________
હરિકુમાર
४३
દરેક કામમાં નાસીપાસ થવાથી હું હતાશ થઈ હાથ પગ જેડી બેસી ગયો. હતાશ અને ઉદાશ થએલા મને જોઈ સાગર મિત્ર મારી પાસે આવ્યો અને શિખામણ આપી એણે મને કમાવવા માટે ફરી ઉત્સાહિત કર્યો. સાગરની પ્રેરણા :
અરે ધનશેખર ! નિરાશ થઈને બેસી રહેવાથી લક્ષમી પ્રાપ્ત થતી નથી. ઉત્સાહ અને સાહસ દ્વારા લક્ષ્મી પ્રાપ્ત થાય છે. લમણે હાથ દઈ શું બેસી રહ્યો છે? ઉભે થા, કાંઈક પુરૂષાર્થ કર.
આમ નિરાશ થયે લક્ષમી મળવાની નથી. માટે નિરાશાને ખંખેરી નાખ. વિધાતા પ્રતિકૂળ હોય તે પણ સાહસિક પુરૂષ
નેને લક્ષમી આવી મળે છે. કંટાળે મૂકી કાર્યમાં લાગી જા. | લક્ષમી મેળવવામાં મેટું બોલવું પડે, વિશ્વાસઘાત કરે પડે, ચેરી કરવી પડે, બેટા માપતોલ રાખવા પડે, ભેળસેળ કરવી પડે તે પણ કરજે અને લક્ષમી મેળવજે. મિત્રદ્રોહ કે કુટુંબને તિલાંજલિ આપવી પડે તોય મુંઝાઈશ મા. માતાને પણ લક્ષમી ખાતર મારી નાખતાં અચકાવું ન જોઈએ.
અનેક મહાપાપ કર્યા હોય છતાં લક્ષમીપતિ હય તે એ પાપી ગણાતું નથી. સર્વ લેકે પ્રશંસાના પુપે વેરે છે અને માન સન્માન મેળવે છે. ધનથી વિષય સુખે તે આંગણે નાચતાં જ હાય. - તું ધીરજવાન બની , લક્ષમી મેળવવા ફરી સાહસ કર. ભલા માણસ! આપદાઓથી સ્ત્રીઓ ડરતી ફરે. તું પુરૂષ થઈને નમાલે કાં બની ગયું છે? તું પુરૂષ છે કે સ્ત્રી?