________________
૪૦
ઉપમિતિ કથા સાદ્ધિાર
હરિકમારને રાજ્ય :
અધિષ્ઠાયક દેવ અન્તર્ધાન થયા પછી હરિકુમાર બંને વહાણે લઈ સાગર તટે આવી પહોંચ્યા. ત્યાં સાગર તટે જ સમાચાર સાંપડ્યા કે આનંદનગરના મહારાજા કેશરી મૃત્યુ પામ્યા છે, લોકવાર્તથી એ સમાચાર મળેલા.
હરિકુમાર તરત આનંદનગરમાં ગયે અને વિના યુદ્ધ વિના કલેશે પિતાના પિતાના રાજ્યસિંહાસને બેસી ગયે. રાજ્ય માટે સહેજ શ્રમ ન કરે પડ્યો.
પાલક માતા વસુમતીએ “અહીંથી કલસુંદરી કેવી રીતે પુત્રના રક્ષણ માટે ભાગી ગએલી, પિતે કઈ રીતે સાથે ગએલી, પુત્ર પ્રસવ, માતાનું મૃત્યુ, સાર્થ પતિ સાથે રત્નદ્વીપે ગમન, ભાઈના ત્યાં ઉછેર, મયૂરમંજરી સાથે લગ્ન” વિગેરે બધી બાતે વિસ્તારપૂર્વક કહી સંભળાવી.
લેક સમુદાય આ વાત સાંભળી ઘણે ખુશી થશે અને હરિકુમારના ગુણથી રંજિત થઈ આજ્ઞા માનવા લાગ્યા. વાસ્તવિક હક્કદાર અને પોતાના રાજાને પુત્ર છે, વળી એ ગુણ શીલ પણ છે તેથી વધુ આનંદિત થયા.
યશસ્વી નીતિમાન હરિકુમારે રત્ન ભરેલું મારું વહાણ મારા પિતાશ્રીને બોલાવી સોંપી દીધું. મારા પિતા હરિશેખર રાજની ગુણયલતાથી ઘણા પ્રસન્ન થયા. મારા વહાણને હક્ક કોને એ તે કઈ જાણતું ન હતું. છતાં પ્રામાણીકતા ગુણથી એમણે સેંપી દીધું અને પોતે પોતાના પુણ્ય પ્રભાવથી વિશાળ રાજ્યને ભેગવવા લાગ્યા,