________________
હરકુમાર
હરિકુમારના નિર્મળ ગુણેથી સમુદ્રને અધિષ્ઠાયક દેવ આકર્ષાયે, એણે તરતજ હરિકુમારને ઝાલી લીધે અને વહાણમાં એને સ્થાને બેસાડી દીધા.
સમુદ્રાધિપતિ યમરાજ જેવું મહાભયંકર રૂપ ધારણ કરી મારી સામે હાજર થયો. હું તે એને જોતાં જ બા બની ગયો. હું કાંઈ વિચાર કરું એ અગાઉ એણે માથાના વાળ જોરથી પકડ્યા અને આકાશમાં અદ્ધર કરી દીધે.
અગ્નિ જેવા લાલ નેત્રે કરી બ્રહ્માંડને ડરાવે એવી ભયાનક ગજેના પૂર્વક મારા પ્રત્યે બેલ્યો. રે રે મર્યાદા લેપક ! આ શું કર્યું? મહાપાપ ! આ વિશ્વાસઘાત? નરાધમ ! આવા નિચ કાર્ય કરીને હજુ જીવે છે? નિર્લજજ ! મરી કેમ જતું નથી ? ઓ નપુંસક! આવું નિચ વર્તન સત્યરૂષ સાથે કરે છે? હવે તું જીવનની આશા તજી દે.
એના શબ્દ સાંભળતા હું થરથર ધ્રુજવા લાગ્યું. મુખ ઉપરની કાંતિ ચાલી ગઈ. મૃત્યુને સામે જોયું.
એ વખતે પ્રેમાળ હૃદયવાળા હરિકુમારે સમુદ્રાધિપતિને મને મુક્ત કરવા વિનવણી કરી. મારા ઉપર હજી એને વાત્સલ્ય હતું. મહાપુરૂષેની મહાનતા એ અલૌકિક હોય છે.
સમુદ્ર અધિષ્ઠાયક દેવે કહ્યું, હે પુણ્યવાન ! આ દુe વ્યક્તિનું તારે શું કામ છે ? આવા નિર્લજજ મહાદંડને પાત્ર હોય છે. ભાગ્યવાન્ ! તમે તમારા નગરે પધારે. આમ જણાવી મને આકાશમાં ગળગળ ઘૂમાવ્યો અને સૌના જોતાં જ સમુદ્રમાં ફેંકી દીધે.