________________
२४
ઉપમિતિ કથા સારોદ્ધાર
જીવી ભૂત્ય છે, એમ આપે પણ મને આપને સેવક માન. આપ મારા શિરછત્ર છે અને હું આપને કિકર છું.
હરિકુમાર મારી વિનયયુક્ત મધુર વચને સાંભળી વધુ પ્રસન્ન બન્યા. મારા મિલનના હર્ષમાં “મિત્રમિલન” મહત્સવ ઉજવવામાં આવ્યું. મિત્ર આગમન નિમિત્તે પ્રીતિભેજન સ્નેહીઓને આપવામાં આવ્યું.
ત્યારપછી એનું વર્તન મિત્રના જેવું જ મારા પ્રતિ રહ્યા કરતું હતું. અમે સૌ આનંદ પ્રમોદ કરતા અને કુમારદેવેની જેમ દિવસે વ્યતીત કરતાં. આ રીતે ઘણે કાળ પસાર થઈ ગયે. ચિત્રપટ દર્શન :
કામદેવની જાગૃતિ કરનારી વસંતઋતુએ ભૂમંડલ ઉપર પિતાનું વર્ચસ્વ સ્થાપ્યું. હરિકુમાર, હું અને બીજા મિત્રો વિગેરે સૌ મેજમજા ખાતર ઉદ્યાનમાં ફરવા ગયા. ઉદ્યાનનું વાતાવરણ મદભર્યું અને રિમત વેરતું હતું.
ઉદ્યાનમાં આરામ માટે અમે સૌ એક આમ્રવૃક્ષ નીચે બેઠાં. ત્યાં એક પરિવ્રાજિકા આવી અને એણીએ અમેને એક સુંદર ચિત્રપટ આપ્યું.
ચિત્રપટમાં આલેખેલું રૂપવતી કન્યાનું રૂપ જોઈ કુમાર શ્રી હરિના હદયમાં કામને અંકુરે ઉગી નીકળે. એના મુખ ઉપર કામના ભાવ તરવરવા લાગ્યા અને પટ લાવનારી પરિ. ત્રાજિકા ચાલી ગઈ.
પઘકેશર મિત્રે મને કહ્યું. અરે ધન ! તું જા, આ ચિત્રપટ કઈ સુકન્યાને છે અને પરિવાજિકા કેણુ છે એની શોધ કરી લાવ,