________________
હરિકુમાર
૨૭
મને જણાવ્યું, બધુલા પરિવ્રાજિકા! આ કાર્યની પૂર્ણતા તમારા શુભ હસ્તે થવી જોઈએ. આપ સ્વયં હરિકુમારને આમંત્રણ આપે અને લગ્ન માટે વિનંતિ કરો. ભાઈ ધન ! આ તારા ચિત્રપટના પ્રશ્નનો ઉત્તર છે.
આ પ્રમાણે સમાધાન થયા પછી એ પરિત્રાજિકા મારી સાથે હરિકુમાર પાસે આવી અને શ્રી નીલકંઠ મહારાજાની કલેશનાશિની શુભ આજ્ઞા સંભળાવી દીધી. લગ્ન અને મારી વ્યથા :
મનગમતી આજ્ઞા સાંભળતા હરિકુમાર પોતાના મિત્રને સાથે લઈ પરિવ્રાજિકાની સાથે સાથે નીલકંઠ મહારાજાના મહેલે પહોંચે.
ગૌરાંગી મયૂરમંજરી મહારાજા નીલકંઠને અતિ વહાલી હતી. એમણે શાહી ધામધૂમથી હરિકુમાર અને મયૂરમંજરીના લગ્ન કરાવ્યા.
સર્વાગ સુંદર મયૂરમંજરી પ્રિયતમા પ્રાપ્ત કરીને હરિકુમાર રત્નદ્વીપમાં સ્વગીય સુખની મેજ માણતો હતે. સાથે એનું હૃદય નિર્મળ હતું, બીજા ઉદારતા સદાચાર વિગેરે સાત્વિક ગુણે એની યશપ્રભાને તેજસ્વી બનાવતાં હતાં. આનંદ પ્રમોદ કરવા છતાં એના યશની જ્યોતિ જવલંત ઝબકતી હતી.
એ યશસ્વી મિત્રના પ્રતાપે મારું પ્રભુત્વ વધ્યું. લોકમાન્યપણું, યશ, લક્ષમી અને સન્માન ઘણું વધ્યું. સંતમિત્રની પ્રાપ્તિ થતાં કઈ ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત ન થાય?