________________
હરિકુમાર
૩૫
વિનયી, નિર્લોભી, ઉદાર, પાપભીરૂ અને સજ્જન એવા હરિકુમાર મહારાજાશ્રી માટે સ્વપ્રમાં પણ આવા કાલકૂટ વિચાર કરે એ સ’ભવતુ જ નથી. રિકુમારના પવિત્ર અંતઃકરણમાં પાપ વિચારને સ્થાન જ ન મળે.
ગમે તેવા પ્રયત્ને
મારે હરિકુમારનું રક્ષણ કરવું જોઇએ. આવા પુરૂષરત્નની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. એના જેવા પવિત્ર નરરત્નથી આ ધરતી પવિત્ર અને છે. એવા માનવરત્નનું રક્ષણ કરવું એ મહાપુણ્યનું કાય છે.
હરકુમારને ચેતવણી અને વહાણમાં પલાયન :
મહાઅમાત્યે ગભીર વિચાર કરી એકાંતમાં હરિકુમારને ખેલાવી પેાતાના વિશ્વાસુ વ્યક્તિ દ્વારા નીલકંઠ મહારાજાની કલુષિત ભાવના અને મારવા માટેની તૈયારીની વાત જણાવી. કુમાર ! તમારે હવે સાવધ રહેવાની જરૂર છે. જરાય ગફલત થઈ તા પ્રાણે જશે.
અમારી નમ્ર વિનંતિ છે કે આપ જલ્દીથી આ દેશના ત્યાગ કરી દેશાંતરે પધારે. દેશાંતરામાં પણ લક્ષ્મી મહાપુરૂષાની સહચારિણી અને છે. આપ જ્યાં જશે ત્યાં આપના ગુણાથી આકર્ષાએલી નિર્મળ લક્ષ્મી આપના ચરણની સેવા નહિ તજે.
સુબુદ્ધિ મહામત્રીના વિશ્વાસુ પુરૂષ દ્વારા એમની અભ્યના થવાના કારણે કુમાર દરિયાઈ માર્ગે પરદેશ ગમનની ઈચ્છા કરે છે. જો કે હરિકુમાર નિર્ભીક વ્યકિત હતા, એના