________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
માર્ગે જતી જ નથી.” રાજાએ હરિકુમારને વધને નિર્ણય કરી મહાઅમાત્યને વિદાય કર્યો. - મહારાજા શ્રી નીલકંઠ પાસેથી છૂટા થઈ મહામંત્રી પિતાના આવાસે આવ્યા. મહામંત્રીનું મન ઘણું નિર્મળ હતું, એમાં અપવિત્રતાને બિંદુ પણ ન હતું. પિતાના આવાસમાં આવી વિરામ આસન ઉપર બેસી વિચાર કરવા લાગ્યા.
ભેગની અભિલાષા ધિક્કારને પાત્ર છે. અરેરે ! સુખની ઈચ્છા માનવીને કેવા વિપરીત માર્ગે દોરે છે? અરે! અજ્ઞાનનું નાટક તે જુવે ? અનેક કુવિકલ્પ કરાવનાર અને મનને મલીન બનાવનાર રાજ્યલંપટતાને ધિક્કાર થાઓ. શું આ રાજ્ય તે રાજ્ય કહેવાય?
આ હરિકુમાર આપણુ મહારાજાને પહેલાં તે પ્રાણથી પણ અધિક હાલે લાગતું હતું. અંતરની નેહવર્ષોથી એને ભીંજવી દેતા હતા. રાજાશ્રીને ભાણેજ થાય છે, વળી જ્ઞાન, રૂપ, વિનય, ઉદારતા વિગેરે ગુણોથી મયૂરમંજરી એના ઉપર નેહવતી બની અને ગુણશીલ જાણુ મહારાજાએ સ્વયં લગ્ન કરાવ્યા.
ભાણેજ અને જમાઈ એમ બે રીતે હરિકુમાર રાજાને સ્વજન થાય છે. ગુણીયલ છે એમાં તે શંકા નથી, છતાં વર્તમાન કાળે મહારાજાને પિતાને માટે શત્રુ દેખાય છે. મહારાજા એને મહારિપ ગણે છે, એ પ્રેમપાત્રમાંથી દૈષપાત્ર બની ગયેા. મહારાજાની આજ્ઞાની આધીનતા વિના આમાં બીજું શું કારણ હોઈ શકે? મેહ એજ મહાપાપનું કારણ છે.