________________
હરિકુમાર શેાધ :
હું પરિવ્રાજિકાને વનમાંથી નગરમાં પ્રવેશ કરતાં જોઈ ગયે અને તરત ઉતાવળે ઉતાવળે એની પાસે જઈ પહોંચ્યો. વિક ખાતર મેં નમસ્કાર કર્યો. અરે ભગવતિ ! આપ જે ચિત્રપટ આપી ગયા તે કઈ પુણ્યવતી સુકન્યાને છે, એ મને જણાવવા કૃપા કરશે ?
પરિત્રાજિકાએ જણાવ્યું: આર્ય! આજે હું નીલકંઠ મહારાજાના મહારાણી શ્રી શિખરિણુદેવીના મહેલે ભિક્ષા માટે ગઈ હતી. પરંતુ શિખરિણું રાણું ઉદાસ અને ચિંતાતુર હતા. મેં એમને ચિંતાનું કારણ પૂછ્યું.
શિખરિણું રાણુએ કહ્યું હે ભગવતિ ! હે દેવી ! હે બધુલા! આ મયૂરમંજરી મારી પુત્રી છે. એ મને મારા પ્રાણે કરતાં વધુ વહાલી છે. એણે મારા હૃદય ઉપર કબજે મેળવ્યો છે. હાલમાં કેટલા વખતથી એનું મન શૂન્ય બની ગયું છે. મગજ અસ્થિર જેવું જણાય છે. સ્વભાવ સાધારણ ચીડીયે બની ગયું છે. અર્ધ ગાંડપણ જેવું જણાય છે. તે આર્થિકા ! આવી અવસ્થા મારી કુંવરીની શાથી થઈ? કૃપા કરી આપ જણાવો. ' શિખરિણુદેવીની વાત જાણું મયૂરમંજરીના અસ્થિરતાનું કારણ જાણવા માટે વજાદિ આય% અષ્ટકને ઉપયોગ
વજ, ૨ ધૂમ્ર, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ વૃષભ, ૬ ખર, ૭ હસ્તિ, ૮ વાયસ. આ આઠને નિમિત્તશાસ્ત્રમાં આય કહેવામાં આવે છે.