________________
૨૮
ઉપમિતિ કથા સારદ્વાર
શ્રી હરિકુમારની મિત્રતાના કારણે મને ઘણું અનુકૂળતાએ અને સવલતે મળતી હતી, છતાં સાગરમિત્રે નવા બીજ રેપ્યા. સાગરની પ્રેરણાથી મારા હદયસાગરમાં નવા નવા મનસ્તરંગ ઉઠવા લાગ્યા.
અગૃહીતસંકેતે ! મને મનમાં થયું, અરે ! હું રત્નદ્વીપે રત્ન પ્રાપ્ત કરવા આવ્યો છું અને અહીંયા હરિકુમારની મિત્રતામાં ફસાઈ, મારે મુખ્ય વ્યાપાર ભૂલી ગયે. હું આવ્યું હતે શા માટે અને કરી રહ્યો છું શું? ' અરે ! હરિકુમારે મને વગર પગારે દાસ બનાવી દીધે. હું પણ એની મજુરી અને ખોટી “હાજી હા” કરી રત્ન પ્રાપ્તિમાં વિન ઉભું કરું છું. આ વિદન સારું ન ગણાય. કઈ ઉપાય કરી અને સંસર્ગ છેડો જ જોઈએ.
ગધેડાને મહામુકેલીએ સ્વર્ગલોકનું સુખ મલ્યું તે ખરું પણ ત્યાંય દેરડા સાથે ધોબી મળી ગયો. એમ હું રત્નદીપે આવ્યો પણ હરિનું વિન આવી ઉભું રહ્યું.
વળી હરિકુમાર મારા ઉપર ઘણે પ્રેમ દેખાડે છે. એને નેહ નિર્મળ સનેહ છે. નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે. સહસા આ મિત્રને ત્યાગ કર યોગ્ય નહિ ગણાય. અચાનક ત્યાગ કરવાથી મને હાનિ થવાને સંભવ રહે છે.
આવી પરિસ્થિતિમાં મારે મધ્યમમાર્ગ લે જોઈએ. ધને પાર્જન-રત્નસંચયમાં લક્ષ વધુ આપુ અને કદી કદી હરિકુમારને મળવા જઈ એનું મન પણ પ્રસન્ન રાખ્યા કરું,