________________
૩૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
અને નામ ધારણ કરી રત્નાદ્વીપમાં રહ્યો છે. તારે પણ એની પાસે જવા જેવું છે. તેને લાભ થશે. મારી સાથે જ ચાલ.
મિત્ર યૌવન! તે ઘણી મનગમતી વાત કરી. ચાલ, તારી સાથે હું પણ આવવા તૈયાર છું. ' અરે મીનાક્ષી! એ બને મિત્રો વાર્તાલાપ કરી મારી પાસે આવ્યા. અતિ પ્રેમ બતલાવતે યૌવન મારી પાસે આવી કહે છે.
મિત્ર ધનશેખર ! આજે હું મારા એક મિત્રની સાથે તારી પાસે આવ્યો છું. હું છું એમ માનીને પ્રીતિપૂર્વક એની સાથે તારે વર્તવું. એનું નામ “મૈથુન ” છે. મારે જીવન સાથીદાર છે. અમે બંને નેહની ગ્રંથીથી એકમેક બનેલા છીએ, એમાં તારે શંકા રાખવી નહિ.
દુષ્ટબુદ્ધિવાળા મને એના પટુવચનમાં કપટને ખ્યાલ ન આખ્યો. મેં મૈથુનને પણ મિત્ર તરીકે સ્વીકાર્યો. મારા પિતાના “સ્વાન્તઃ” અતઃકરણના આવાસમાં સ્થાન આપ્યું. સુંદર આવાસ મળવાથી મૈથુન રાજી રાજી થઈ ગયો. “ગાત્ર” શરીર નામને આવાસ યૌવનને રહેવા આવે. એ પણ ખૂશ થઈ ગયે. યૌવન અને મૈથુનની અસર :
યૌવન અને મૈથુનના પ્રભાવની અસર મને થવા લાગી. યૌવને મારામાં હાસ્ય, વિનેદ, વિલાસ, સૌંદર્ય, ઠઠ્ઠી મશ્કરી, ઉન્મત્તતા વિગેરે ગુણે વિકસાવ્યા.
મૈથુનમિત્રે મારા શરીરમાં વિષયેચ્છા જગાવી દીધી.